Election Banner

પાટીદારોમાં આક્રોશ:નિકોલમાં અનેક સોસાયટીઓમાં ભાજપ વિરૃદ્ધનાં બેનરો લાગ્યા

-વેજલપુરમાં ભાજપના ઉમેદવાર સામે પણ સ્થાનિકોમાં ઉગ્ર રોષ

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

પાટીદાર આંદોલન બાદ પાટીદારોમાં ભાજપ સામે જ્યાં ઉગ્ર વિરોધ અને આક્રોશ છે ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો ભાજપને પાઠ ભણાવવા માંગતા હોઈ નિકોલમાં ભાજપ વિરૃદ્ધ અનેક સોસાયટીઓમાં બેનરો લગાવી દેવામા આવ્યા છે.

નિકોલમાં તાજેતરમાં પ્રચાર માટે ગયેલા ભાજપના કોર્પોરેટર અને ભાજપના કાર્યકરોને કેટલીક સોસાયટીઓમાં રહીશોએ ધક્કે ચડાવ્યા હતા અને સોસાયટીમાં પ્રવેશવા દીધા ન હતા.આ ઉપરાંત ઘણી સોસાયટીઓમાં ભાજપ વિરૃદ્ધ બેનરો લગાવી દેવામા આવ્યા છે.સોસાયટીઓ બહાર લાગેલા બેનરોમાં લખવામા આવ્યુ છે કે ૧૪૪ની કલમ લાગેલ હોવાથી ભાજપ માટે વોટ માંગી શરમાવશો નહી.આ રીતના બેનરો નિકોલની બહુમતી પાટીદાર ધરાવતી અનેક સોસાયટીઓમાં લગાડી દેવાયા છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલની સુરત અને રાજકોટની સભા બાદ ફરીથી એકવાર પાટીદારોમાં ભાજપ સામેનો રોષ અને જુસ્સો વધી ગયા છે ત્યારે નિકોલમાં ભાજપને આ વખતની ચૂંટણીમાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે.

જો કે પાટીદાર આંદોલન બાદ કોર્પોરેશનના ઈલેકશનમાં નિકોલમાં ચારેય બેઠકો ભાજપને મળી હતી પરંતુ હવે પાટીદારો ભાજપને પાઠ ભણાવવા માટે કોઈ પણ કાળે આ ચૂંટણીમાં હરાવવા માગે છે.જ્યારે વેજલપુરમાં ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણ સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ હોય જાહેર માર્ગો અને ઘણી સોસાયટીઓ-મહોલ્લાની બહાર મત ન માંગવા આવવુ તેવા મોટા બેનરો લગાવી દેવાયા છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર