Election Banner

અમરેલીમાં હાર્દિકનો રોડ-શો; જય સરદાર - જય પાટીદારના નારા

- ખેડૂતોએ પોતાના અધિકાર માટે બહાર આવીને લડવું પડશે

અમરેલી, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં આજે અમરેલીમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલનો રોડશો યોજવામાં આવતા ચારે બાજુ જંગી મેદની ઉમટી પડી હતી. પાંચ હજારથી વધુ પાટીદારોની સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે જે સરકાર અમરેલીમાંથી ગંદકી હટાવી શકતી નથી.

રસ્તા - પાણીની પ્રાથમિક સમસ્યા વર્ષોથી વણઉકેલ રહી છે મોટા ઉદ્યોગોનું જયાં નામો નિશન નથી તેવા વિસ્તારમાં વિકાસના ગુલબાંગો ફૂંકવામાં આવે છે. જેને આગામી ચુંટણીમાં જબ્બર થપાટ પડશે.

અમરેલી ખાતે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આજે અમરેલી વિધાનસભાનાં વડિયા કુકાવાવ અને અમરેલીમાં વિશાળ રોડશો યોજેલ હતો. જય સરદારનાં નારા સાથે વિશાળ રોડ શો શહેરનાં નાગનાથ સર્કલથી મોટી બસસ્ટેશન, ડો.જીવરાજ મહેતા ચોક, ટાવર રોડ, પાણી દરવાજાથી કામનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં સભાના રૃપમાં ફેરવાઈ ગયો હતો.

ગુજરાતમાં બેરોજગારી, ખેડૂતોની દયાજનક હાલત માટે હાર્દિક સરકાર ઉપર ચાબખા વિંજેલ હતાં. તેઓએ જણાવ્યું હતું કે, અમરેલી જીલ્લાનાં ગામડાઓમાં ખેતીભાંગી રહેલ છે. ગામડા ખાલી થતાં જાય છે. ખેડુતોને ૨૪ કલાક વિજળી મળતી નથી. યુવાનોને સારૃ શિક્ષણ મેળવવાં ટળવળવું પડે છે. અમરેલી જીલ્લામાં રોજગારી મળે તેવી એક પણ કંપની ન હોવાનાં કારણે એકમાત્ર ખેતી ઉપર જ મદાર રાખવો પડે છે. ત્યારે ખેડૂતોએ તેના અધિકાર મેળવવાં લડવું પડશે.

ઘરમાં ટુટીયુ વાળીને પડયા રહેવાથી તમારો અધિકાર નહી મળે તેને છિનવવાં જાગૃત બનવું પડશે. ખેડુતો પોતાની મહેનતથી કમાણી કરી રહેલ છે. સરકારે ખેડુતોનાં વિકાસ માટે કોઈ પગલા ભરેલ નથી.

રીવરફ્રન્ટથી વિકાસ નહી લેખાય ગામડે ગામડે ખેતી માટે પાણી પહોંચશે ત્યારે અન્નદાતાનો વિકાસ લેખાશે. રેતીનું ટ્રેકટર રૃા ૫૦૦ માં મળતુ હતું આજે રૃા. બે હજારમાં મળે છે. ગામડે ગામડે આજે ભજીયા પાર્ટી યોજાવા લાગેલ છે.

ત્યારે હવે ભોળપણ ને તિલાંજલી આપી વિકાસ કરે તેવી સરકાર પસંદ કરો ગુજરાતમાં તમામબાબતે અમરેલી એપી સેન્ટર ગણાય છે. ત્યારે ખેડુતોએ પોષણક્ષમ ભા મેળવવાં જાગૃત બનવું પડશે. સમાજનાં હિતની વાત કરે અત્યારચાર સામે વિધનસભામાં અવાજ ઉઠાવનારા નેજ વિધાનસભામાં મોકલવા પ્રતિબધ્ધ બનવું પડશે. મગફલીનાં ટેકાનાં ભાવમાં ખેડુતો પાસેથી ફકત ૭૦ ગુણી જ લેવામાં આવે છે.

ત્યારે ખેડુત પાસે ૧૪૦ ગુણી પાક થયેલ હોય, તો બાકીની ગુણી પાકિસ્તાન વેચવા જવાની ૧ તેવો સવાલ ઉઠાવી  હાર્દિક પટેલે વિકાસના ગપગોળા હાંકનારને પાઠ ભણાવવાનો સમય આવી પહોંચ્યો હોવાનું કહ્યું હતું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર