Election Banner

'ખેડૂત વેદના સંમેલન' યોજાયું : અહીં અભિનેતા નહીં લોકનેતા જોઈએ : હાર્દિક

- વડાલીના કેશર ગંજમાં

- વરસાદી માહોલ અને કડકડતી ઠંડી છતાં હજારો પાટીદારો ઉમટયા

ઈડર, વડાલી, તા. ૬ ડિસેમ્બર 2017 બુધવાર

પાટીદારો પર દમન ગુજારનાર અત્યાચારી અને અહંકારીઓને આગામી ૧૪ ડિસેમ્બરે પાઠ ભણાવી દો, ૧૮ ડિસેમ્બર આપણી છે તેમ પાટીદારોના ગઢ કહેવાતા વડાલીના કેશરગંજ ખાતે આયોજીત 'ખેડૂત વેદના સંમેલન'માં હાર્દિક પટેલે જણાવ્યું હતું. સાથે જ તેને આ વિસ્તારને અભિનેતાની નહીં પરંતુ પ્રજાની અને ખેડૂતોની વેદના સમજી શકે તેવા લોકનેતાની જરૃર હોવાનું જણાવી ભાજપના ફિલ્મી નેતા પર પણ પ્રહાર કર્યા હતા.

આ સંમેલનમાં વરસાદી માહોલ અને કડકડતી ઠંડી છતાં હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો ઉમટી પડી જય સરદાર... જય પાટીદારના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

ઈડર વિધાનસભા બેઠક પર હાડ થીજાવતી ઠંડી વચ્ચે પણ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી રહ્યો છે. ગત રાત્રે વડાલીના કેશરગંજ ગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલનું 'ખેડૂત વેદના સંમેલન' યોજાયું  હતું. આ સંમેલનમાં મહેસાણા પાસના અગ્રણી સહિત વિવિધ આગેવાનોએ ઉપસ્થિત હજારો પાટીદાર ભાઈ-બહેનો સમક્ષ વર્તમાન ભાજન સરકારને હરાવવા અપીલ કરી હતી. આ  અગ્રણીઓએ પાટીદારો પર ગુજારાયેલા દમનની યાદ દેવડાવી આડકતરી રીતે કોંગ્રેસને જીતાડવાના સંકેત આપ્યા હતા.

દરમિયાન પાસના સંયોજક હાર્દિક પટેલનું આગમન થતાં જ પાટીદારોએ જય સરદાર- જય પાટીદારના નારા લગાવી હાર્દિકનું 'હાર્દિક' સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલે જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, આ સરકારમાં પ્રજાની હાલત મમરા જેવી જેવી થઈ ગઈ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, પૂરતી વીજળી મળતી નથી અને હક માગવા જઈએ તો ગોળીઓ-લાઠીઓ ખાવી પડે છે. આ સરકારે પાટીદારો પર અત્યાચાર ગુજાર્યો છે અને દલિતો પર પણ ઉનાકાંડ જેવા મામલે ભારે દમન ગુજારવામાં આવ્યું છે. જેથી આ અત્યાચારી અને ઘમંડીઓને પાડી દો. આ લોકોને પાઠ ભણાવવાનો સમય આવ્યો છે ત્યારે ૧૪ ડિસેમ્બરને સાચવી લો ૧૮ ડિસેમ્બર આપણી છે.

સાથે જ હાર્દિકે ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયા પર નામ લીધા વિના કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારને અભિનેતાની નહીં પરંતુ ખેડૂતોની વેદના સમજી શકે તેવા લોકનેતાની જરૃર છે.

આ સંમેલનમાં વરસાદી માહોલ અને કડકડતી ઠંડી છતાં હજારોની સંખ્યામાં પાટીદાર ભાઈબહેનો ઉમટી પડયા હતા. જેમાં કેશરગંજ ઉપરાંત ભંડવાલ, કુબાધરોલ, અરસામડા સહિત ઈડર તાલુકાના ગામોમાંથી પણ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

ઈડરના વિરપુર ગામમાં આજે હાર્દિકની સભા

- બડોલીમાં કોર્નર મીટીંગ : બાઈક રેલીનું આયોજન

વડાલીના કેશરગંજ બાદ આજે ગુરૃવારે સાંજે ૬ કલાકે ફરી એકવાર પાસનાં સંયોજક હાર્દિક પટેલની સભા ઈડર તાલુકાના વિરપુર ગામે યોજાશે. આ સભામાં  પણ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહે તે માટે ઈડર પાસની ટીમે ભારે મહેતન કરી છે.

આ સભા અગાઉ બપોરે બડોલી ગામે કોર્નર  મીટીંગનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહેશે. ઉપરાંત દેહગોળ સમાજના કેટલાક  ગામોમાં પાટીદાર યુવકો દ્વારા બાઈક રેલીનું પણ આયોજન કરાયું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર