Election Banner

વડોદરા નજીક કલાલી ગામના દરવાજે હાર્દિક પટેલ વિરૃધ્ધ દેખાવો-સૂત્રોચ્ચાર

વડોદરા,તા.9 ડીસેમ્બર
હાર્દિક પટેલ વડોદરા નજીક કલાલી ગામમાં પટેલો સાથે બેઠક યોજવા આવનાર હતા પરંતુ ગામના અન્ય પટેલોએ વિરોધ કરી દરવાજા બહાર દેખાવો-સુત્રોચ્ચાર અને કાળાવાવટા ફરકાવ્યા હતા. જેથી તેઓ ગામમાં પ્રવેશ કર્યા વિના ચુપચાપ ડભોઇ તરફ જવા રવાના થયા હતા.

વડોદરા શહેરમાં તા.૧૨મીના રોજ છાણી જકાતનાકાથી હાર્દિક પટેલનો રોડ શો અને જ્યુબીલી બાગ પાછળ જાહેરસભા રાખવાનું આયોજન કર્યુ હતું. તે પૂર્વે આજે સુરત, ભરૃચથી વાયા વડોદરા થઇ ડભોઇ જતા હતા તે અગાઉ તેઓ કલાલી ગામમાં પટેલો સાથે બેઠક યોજવાના હતા સાથે સાથે સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન માટે જવાના હતા. આ અંગેની જાણ કલાલીના પટેલ સમાજને થતા ગામની બહાર દરવાજા પાસે ટોળાએ ઉભા રહી પ્રવેશબંધી કરી દીધી હતી. દરવાજા બહાર સતત એક કલાક સુધી દેખાવો-સુત્રોચ્ચાર અને કાળાવાવટા ફરકાવ્યા હતા.
આ અંગેની જાણ હાર્દિક પટેલના ટેકેદારોને થતા તેમણે તુરંત હાર્દિકને જાણ કરતા કલાલી ગામના પટેલોનો વિરોધ જોઇ તેઓએ ગામમાં પ્રવેશ કર્યો નહિં અને ડભોઇ તરફ જવા રવાના થઇ ગયા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર