Election Banner

અમદાવાદમાં આજ મોદીની જનસભા, નિકોલમાં હાર્દિક પટેલ પાટીદારોને સંબોધશે

-બોપલ-ઘુમાથી હાર્દિક પટેલના રોડ શોને મંજૂરી નહીં

-નિકોલ મતવિસ્તારમાં પરેશ ધાનાણીએ મોરચો સંભાળ્યો, પાટીદારો શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં

અમદાવાદ, તા.10 ડિસેમ્બર 2017,રવિવાર

બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર ધીરે ધીરે વેગીલો બની રહ્યો છે.સોમવારે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આંદોલનકારી હાર્દિક પટેલની જનસભા આયોજિત કરવામાં આવી છે. આ જોતા ભાજપ-પાટીદારો બંન્ને શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. જોકે,બોપલ ઘુમાથી હાર્દિક પટેલના રોડ શોને પોલીસે મંજૂરી આપી નથી.

અમદાવાદમાં સોમવારે સાંજે સાત વાગે રિવરફ્રન્ટ પર વડાપ્રધાન જનમેદનીને સંબોધશે. અમદાવાદમાં એસજીવીપીના હોલેસ્ટિક હોસ્પિટલના ઉદઘાટન,નિકોલમાં જાહેરસભા સંબોધ્યા બાદ આ ત્રીજીવાર અમદાવાદ આવી રહ્યાં છે. ભાજપે પણ આ જનસભામાં મોટી ભીડ એકત્ર કરવા તૈયારીઓ કરી છે.

આ તરફ, હાર્દિક પટેલનો બોપલ ઘુમાથી સવારે દસેક વાગે રોડ શો શરૃ થવાનો હતો પણ પોલીસે રોડ શોની મંજૂરી આપી નથી. નિકોલમાં સોમવારે સાંજે છ વાગે હાર્દિક ક્રાંતિસભાને સંબોધિત કરશે. આ સભામાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી સહિત પાસના કન્વિનરો હાજર રહેશે.

નિકોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલના સમર્થનમાં રવિવારે પરેશ ધાનાણીએ મોડી રાત્રે જાહેરસભા સંબોધી હતી.આ સભામાં પાટીદારોએ જય સરદારના નારાં ગુંજવ્યા હતાં. નિકોલમાં પાટીદારો હાર્દિક પટેલની સભામાં શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર