Election Banner

પાટીદારો દ્વારા સંખેડાના ગુંડીચા અને ટીંબામાં ભાજપ સામે પ્રવેશ બંધી ઘોષિત

 

નસવાડી,તા.૧૦
સંખેડા તાલુકાના ગુંડીચા અને ટીંબા ગામના પાટીદારોએ ભાજપના કાર્યકરો સામે પ્રવેશ બંધી ધોષિત કરતા બેનરો લગાવ્યા છે. રાજ્ય સરકારના પાટીદારો ઉપરના દમનનો જવાબ વિધાન સભાની ચુંટણીમાં ૧૪ સપ્ટેમ્બરના મતદાનમાં ભાજપની વિરૃધ્ધમાં મતદાનથી કરાશે. તેમણે પાટીદારોનો એકજ નાદ ભાજપને પાડી દો' તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાટીદારો પરના દમનના વિરોધમાં ગામના પાટીદારોએ ભાજપ વિરૃધ્ધ મતદાન કરવાના બેનર્સ લગાવ્યા
સંખેડા વિધાનસભા બેઠકના ક્ષેત્રમાં ૨૦ થી વધુ ગામો પાટીદારોનાં છે અને સંખેડા તાલુકાના ગુંડીચા અને ટીંબા ગામે પાટીદાર સમાજે ગામના પ્રવેશદ્વાર તેમજ અન્ય જગ્યા ઉપર ભાજપની વિરૃધ્ધ પ્રવેશ બંધી જાહેર કરતાં બેનર્સ ઠેરઠેર લગાવવામાં આવ્યા છે.
 પાટીદાર સમાજે અનામતની માંગને લઇ અનેકવાર રેલી કાઢવા મંજુરી માંગી હતી તે વખતે સરકાર પાટીદારોનો અવાજ દબાવી દેવાના ૧૪૪મી કલમનો અમલ જાહેર કરી પ્રયાસ કરવામાં આવતો હતો જેના પગલે પાટીદારોએ આ ચુંટણીમાં ભાજપને મત નહિં આપવાનો નિર્ધાર કરીને ભાજપના કાર્યકરો માટે ગામમાં પ્રવેશ બંધી લાદી દીધી છે.
આ બેનર્સને લઇ ભાજપની છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે સંખેડા વિધાન સભા મત વિસ્તારમાં પાટીદાર સમાજના ૨૦ થી વધારે ગામો હોવાથી પાટીદાર સમાજની વોટ બેંક છે. જેણે ભાજપ વિરૃધ્ધ મતદાન કરવાની નેમ લીધું છે.
મતનો બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરી ભાજપ વિરૃધ્ધ મતદાન કરશે જ્યારે યુવાન પાટીદારો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સરદાર લડે ગોરો સે હમ લડેગેં ચોરોસે જેવા ગુડીચા અને ટીંબા ગામે કરવામાં આવ્યા અન્ય બીજા ગામોમાં પણ પાટીદારો દ્વારા ભાજપનાં નેતા કે કોઇ પણ કાર્યકરો સામે પ્રતિબંધ મૂક્યો છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર