Election Banner

લણવામાં પાસ કન્વીનર હાર્દિક પટેલની સભામાં એક લાખની જનમેદની ઉમટી

- હાર્દિકનું આતશબાજી કરી સ્વાગત કરાયું : તમામ જ્ઞાાતિના ૬ કરોડ લોકોની પ્રતિષ્ઠા દાવમાં લાગી છે

ચાણસ્મા, તા. 10 ડીસેમ્બર, 2017, રવિવાર

ચાણસ્મા તાલુકાના લણવા ગામે આજે રાત્રિના સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલના મહાક્રાંતિ સંમેલનમાં આશરે ૧ લાખ કરતાં પણ વધારે જનમેદની ઉમટી પડી હતી. હાર્દિક પટેલની જાહેરસભા સાંજના ૬ વાગે શરૃ થનાર હતી પરંતુ હાર્દિકની અગાઉની સભા સિદ્ધપુર ખાતે હોવાથી લણવાની સભામાં ૧ કલાક કરતાં પણ વધારે મોડો પહોંચ્યો હતો. પરંતુ તેને સાંભળવા માટે પાટીદાર સહિત તમામ જ્ઞાાતિના લોકો આશરે ૧ લાખ કરતાં પણ વધારે એકત્રિત થયા હતા. હાર્દિકના આગમનની સાથે જ આતશબાજી કરી તેનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાર્દિકે જણાવ્યું હતું કે આ વખતની વિધાનસભાની ચુંટણી માત્ર પાટીદાર સમાજની નહી પરંતુ ગુજરાતની તમામ જ્ઞાાતિના ૬ કરોડ લોકોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી છે. હાલમાં વિવિધ સમાજના લોકો સરદાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતની ૬ કરોડની જનસંખ્યામાંથી આજે ૫ કરોડ લોકો તેમની માગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે ભાજપ ગુજરાતમાં ૧૫૦ કરતાં પણ વધારે બેઠકો મેળવશે તેવી વાહિયાત વાતો કરી લોકોને ગુમરાહ કરી રહી છે ત્યારે તમો છેતરાતા ચેહરો જોયા સિવાય ભાજપ વિરુદ્ધ જે મુખ્ય હરીફ ઉમેદવાર દેખાય તેને તમારો પવિત્ર મત આપી સત્તા પરિવર્તનમાં ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું. આ સભામાં પાસની ટીમ પાટીદાર સમાજના વિવિધ આગેવાનો તથા અન્ય સમાજના લોકોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર