Election Banner

વડોદરાઃ આજે હાર્દિક પટેલની રેલી બાદ સભા, હોર્ડિંગ હટાવવા ગયેલી ટીમ સાથે પાટીદારોનુ ઘર્ષણ

 

વડોદરા,તા.11.ડીસેમ્બર
વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર તા.૧૨ની સાંજે પૂરો થાય તે અગાઉ વડોદરામાં પાટીદાર યુવાનેતા અને 'પાસ' કન્વીનર હાર્દિક પટેલની બાઇકરેલી અને જ્યુબિલીબાગ પાછળ બપોરે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હાર્દિકના 'બેરોજગાર યુવા સંમેલન' ના ૪૦ બોર્ડ બિનરાજકીય હોવા છતાં હટાવતા વિવાદ
હાર્દિકની બાઇકરેલી વડોદરાના છાણી વિસ્તારમાં સરદાર ચોકથી બપોરે ૧ વાગ્યે 'જય પાટીદાર' ના સૂત્રોચ્ચાર સાથે શરૃ થશે. જે ફતેગંજ પોસ્ટ ઓફિસ, વુડા સર્કલ, અંબાલાલ પાર્ક, ભૂતડીઝાંપા થઇ જ્યુબિલીબાગ પાછળ પહોંચશે. જ્યાં જાહેરસભા બપોરે ત્રણ વાગ્યે યોજાશે અને હાર્દિક પટેલ સંબોધન કરશે.
દરમિયાન પાટીદાર આંદોલનના અગ્રણીએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ બેરોજગાર યુવા સંમેલનને તા.૧૨ના રોજ સંબોધવાના છે તેવા ૨૦ બાય ૧૦ના ૪૦ હોર્ડિંગ બોર્ડ શહેરમાં ઠેર ઠેર મૂકવામાં આવ્યા હતા.
યુવા સંમેલન બિનરાજકીય હોવા છતાં પણ તમામ બોર્ડ નીચે ઊતારી લેવાયા હતા. જોકે છાણીમાંથી આ બોર્ડ હટાવી શકાયા ન હતા. જ્યારે બોર્ડ હટાવવા આવ્યા ત્યારે ટીમને પાછી કાઢી હતી. બોર્ડ હટાવવા ટીમના સ્ટાફ સાથે પાટીદારોને ચકમક ઝરી હતી અને વિરોધ કરી કહ્યું હતું કે આ બોર્ડ તો બિનરાજકીય છે અને ચૂંટણી કે પક્ષ સાથે કોઇ લેવાદેવા નથી, છતાં શા માટે હટાવવામાં આવે છે ?
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર