Election Banner

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃહાર્દિક

- સુરત બાદ અમદાવાદમાં પાટીદારો ગઢ નિકોલમાં યોજાઈ જંગી જાહેર સભા

- પાટીદારોને માત્ર હળ ચલાવતા નથી આવડતુ પણ ભાજપને ઘરભેગો કરતા પણ આવડે છે

અમદાવાદ, તા.11 ડિસેમ્બર 2017,સોમવાર

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે સાંજે નિકોલમાં જંગી જાહેર સભા યોજી હતી.જેમાં તેણે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું કે નરેન્દ્ર મોદીને હિન્દુ મુસ્લીમ દેખાય છે કે ભારત-પાકિસ્તાન દેખાય છે પરંતુ પ્રજાના પ્રશ્નો સૂઝતા નથી.પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા-દેવા છે ? મોદી માત્ર જુઠાણાં ફેલાવે છે.હાર્દિક પટેલે નિકોલની સભામાં પાટીદારો  પરના અત્યાચારની ઘટનાઓ યાદ કરાવતા આ ચૂંટણીમાં વોટની તાકાત બતાવવા આહવાન કર્યુ હતું.

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં હાર્દિક પટેલે સુરતમાં જંગી જાહેર સભા યોજયા બાદ આજે પાટીદારોના ગઢ ગણાતા નિકોલમાં જંગી સભા યોજી હતી.જેમાં પાટીદારો ઉપરાંત અન્ય જાતિના પણ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.હાર્દિક પટેલે આ સભામાં મોદી અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણઆવ્યું કે પાટીદારો હજુ પણ પોલીસનો અને સરકારનો અત્યાર ભૂલ્યા નથી.

આ ચૂંટણીમાં પાટીદારો તેમની તાકાદ દેખાડશે. પાટીદારોને માત્ર હળ ચલાવતા નથી આવડતુ પણ ભાજપને ઘરભેગો પણ કરતા આવડે છે.તેણે નિકોલમાં મોદીની સભાને લઈને કહ્યું કે નરેન્દ્ર મોદી નિકોલમાં જયારે આવ્યે ત્યારે તેમણે તેમની સભામાં નિકોલના,બાપુનગરના અને ઠક્કરબાપા નગરના રોડ,પાણી સહિતના સ્થાનિક પ્રશ્નોની વાત કેમ ન કરી ?

મોદી નિકોલમાં નિકોલની પ્રજા માટે એક પણ શબ્દ બોલ્યા નથી.તેઓને માત્ર હિન્દુ-મુસ્લીમ અને ભારત-પાકિસ્તાન જ દેખાય છે અને તેઓ ચૂંટણીમાં પાકિસ્તાને ગુજરાતની ચૂંટણી સાથે જોડીને જુઠાણાં ફેલાવે છે.ભાજપ સરકાર ઓબીસી,પાટીદારોને ચવાણા-ભજીયા સમજે છે પરંતુ આ ચૂંટણીમાં પાટીદારો ઉપરાંત અન્ય તમામ જ્ઞાાતિના લોકો અને ગુજરાતની ૬ કરોડની જનતા ભાજપ સરકારને તેમની તાકાત બતાવી દેશે.

હવે ગુજરાતમાં પરિવર્તનની જરૃર છે અને પરિવર્તન આવવુ જ જોઈએ.કોંગ્રેસ કે ભાજપમાં મારા કોઈ સગા નથી પરંતુ મારા પર અને પટાદીરો પર અત્યાચાર કરનાર ભાજપ મારા દુશ્મન તો જરૃર અને જરૃરથી છે.તેણે સભામાં આવેલા લોકોને આ ચૂંટણીમાં ભાજપ વિરોધી મત કરવાનું આહવાન કરતા જણાવ્યુ કે અહીં ભીડ તો ભેગી થઈ છે પરંતુ આ ભીડનું ભાજપ વિરોધી વોટિંગમાં રૃપાંતર થવુ જોઈએ.

હાર્દીકની સભાને ફેસબુક પેજ પર ૭૧ હજાર લોકોએ લાઈક કરી

નિકોલમાં યોજાયેલી હાર્દીક પટેલની જાહેર સભામાં જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર પણ હાર્દીક પટેલ છવાયેલો રહ્યો હતો.ફેસબુક પેજ પર હાર્દીક પટેલની સભાને ૭૧ હજારે નિહાળી હતી અને લાઈક આપી હતી. આ પહેલા સુરતમાં યોજાયેલી જાહેર સભાને પણ ૫૦ હજારથી લોકોએ ફેસબુક પેજ પર લાઈક આપી હતી.આમ હાર્દિક પટેલની નિકોલની સભાએ ફેસબુક પેજ પરના ફોલોઅર્સનો અગાઉનો રેકોર્ડ તોડયો છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર