Election Banner

બાપુનગરમાં હાર્દિકની રેલી દરમિયાન પથ્થરમારો,ભાજપની ઓફિસમાં તોડફોડ

- પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી

- નિકોલમાં સભા સ્થળે રેપીડ એક્શન ફોર્સ ખડકી દેવાઇ

અમદાવાદ, તા.11 ડિસેમ્બર 2017,સોમવાર

હાર્દિક પટેલની આગેવાનીમાં આજે ઘુમા ખાતેથી પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. રેલી બાપુનગર ચાર રસ્તાથી પસાર થતી હતી ત્યારે ભાજપના ઉમેદવારના કાર્યાલયની પાસના કાર્યકરોએ તોડફોડ કરતા પાસ અને ભાજપના કાર્યકારો વચ્ચે મારામારી થઇ હતી ત્યારબાદ સામસામે પથ્થરમારો થયો હતો.

પથ્થરમારામાં બાપુનગરના પીઆઇ, પીએસઆઇ સહિત દસ લોકોને ઇજાઓ થઇ હતી. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યારબાદ રેલી ચુસ્ત બંદોબસ્ત હેઠળ નિકોલ પહોચી હતી અને સભામાં ફેરવાઇ ગઇ હતી.

પાટીદાર અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલની આગેવાનીમાં આજે સવારે ઘૂમા ખાતેથી પાટીદારોની ભવ્ય રેલી નીકળી હતી આ રેલી ઘાટલોડિયા, નારણપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં પસાર થયા બાદ રેલી સાંજે પાટીદાર પ્રભાવિત વિસ્તાર બાપુનગરથી નિકોલ તરફ જઇ રહી હતી. ત્યારે પાસના કાર્યકરો જય સરદાર જય પાટીદારના નારા સાથે રોડ શોમાં બાઇક, કાર અને લક્ઝરી સહિતના વાહનોમાં હજારોની સંખ્યામાં વિશાળ રેલી બાપુનગર ચાર રસ્તાથી પસાર થતી હતી ત્યાં ભાજપના ઉમેદવાર જગરૃપસિંહના કાર્યાલય સામેથી પસાર થઇ રહી હતી, આ સમયે રેલીમાં સામેલ કેટલાક પાસના કાર્યકરો ભાજપની ઓફિસ પાસે ધસી ગયા અને તોડફોડ કરીને પોસ્ટરો ફાડી નાંખ્યા હતા.

જેના મુદ્દે પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને જોતજોતામાં પથ્થરમારો થયો હતો, બેકાબૂ બનેલા ટોળાએ ભાજપ કાર્યાલય સામે આવેલા કોગ્રેસના કાર્યાલય પર પણ પથ્થરમારો કર્યો હતો. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત બાપુનગર પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરીને મામલો થાળે પાડયો હતો.

આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી નિકોલમાં જઇ હતી અને ત્યાં ક્રાંતિસભામાં પહોચી હોવાનું ડીવાયએસપી, બી.વી.ગોહિલે જણાવ્યું હતું. જો કે આ બનાવના નિકોલમાં પડઘા ન પડે તે માટે નિકોલ સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલીંગ હાથ ધરીને નિકોલમાં રેપિડ એક્શન ફોર્સ ખડકી દીધી હતી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર