Election Banner

પાટીદાર પરિબળઃ ૧૫ બેઠકોમાં મતદાનમાં ઘટાડો, ૨માં વધારો

- વિજય રૃપાણી ઉમેદવાર તે રાજકોટ પશ્ચિમ બેઠકમાં મતદાનમાં ૫ ટકા વધારો

રાજકોટ, તા.11 ડિસેમ્બર 2017,સોમવાર

સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ગત વર્ષે કેશુભાઈ પટેલની જી.પી.પી.એ સરકાર સામે ઝૂંકાવ્યા બાદ આ વખતે પાસ અનામત આંદોલન હાર્દિક પટેલે રેલીઓ, સભાઓ સંબોધી ભાજપને પાઠ ભણાવવા ભારપૂર્વક અપીલ કરી હતી ત્યારે પાટીદાર મતો નોંધપાત્ર ધરાવતી બેઠકોમાં કેટલું મતદાન થયું તે ચર્ચાનો વિષય છે.

આજે પ્રાપ્ત વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં પાટીદાર મતો વધુ ધરાવતી ૨૩ બેઠકો પૈકી ૧૬ બેઠકોમાં મતદાન ગત ચૂંટણી કરતા ઘટયું છે તો માત્ર રાજકોટ (પશ્ચિમ)ની હાઈપ્રોફાઈલ બેઠક પર જ મતદાન વધ્યું છે. જ્યારે અન્યમાં નોંધપાત્ર ફરક નથી.

ગુજરાતમાં હાઈપ્રોફાઈલ જંગ ધરાવતી ૬૯-રાજકોટ પશ્ચિમ બેઠક કે જ્યાંથી મુખ્યમંત્રી વિજય રૃપાણી ચૂંટણી લડે છે ત્યાં ૨૦૧૨માં ૬૨.૫૬ ટકા મતદાન સામે આ વખતે ૬૭.૬૮ ટકા મતદાન સાથે ૫ ટકાનો વધારો થયો છે. એ નોંધનીય છે કે આ બેઠક ૩.૧૬ લાખ મતદારો સાથે રાજ્યમાં સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક પણ છે.

આ કારણે આ વિસ્તારના બૂથો પર લાંબી લાઈનો જોવા મળી હતી. આ વધારાના મતો રૃપાણીની વિરુધ્ધ જાય છે કે તરફેણમાં તે જાણવા અઠવાડિયું રાહ જોવી પડશે. રાજકોટ દક્ષિણ બેઠકમાં મતદાન નજીવા વધારા સાથે યથાવત્ રહ્યું છે.

નોંધપાત્ર મતદાન ઘટયું હોય તેવી પાટીદાર મતોના વર્ચસ્વવાળી બેઠકોમાં જસદણમાં ૭ ટકાનો ઘટાડો થયો છે જ્યાં કોળી મતો પણ નિર્ણાયક છે. જામજોધપૂરમાં ૯ ટકાનો અને બોટાદમાં ૮ ટકાનો મતદાનમાં નોંધપાત્ર ઘટાડો છે.

પાટીદારોના નિર્ણાયક મતો છતાં સૌથી વધુ મતદાન ગોંડલ બેઠક પર ૧૧ ટકા ઘટયું છે જે ગત ચૂંટણીમાં ૭૬ ટકાથી સીધું ૬૫ ટકાએ આવી ગયું છે. આ બેઠક પર ભાજપના ક્ષત્રિય અને કોંગ્રેસના ઓ.બી.સી. ઉમેદવાર છે.

વિસાવદર કે જ્યાંથી ગત ચૂંટણીમાં ભાજપ સામેના જંગમાં કેશુભાઈ પટેલ જીત્યા હતા ત્યાં મતદાનમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. તો ધારી બેઠક પર ૭ ટકાનો ઘટાડો થયો છે. અમરેલીના લાઠી બેઠક પર પણ ૯ ટકાનો નોંધપાત્ર મતદાન ઘટાડો છે.

ઉપરાંત માણાવદરમાં ૭ ટકાનો, ગઢડામાં ૯ ટકા તો ધોરાજીમાં ૮ ટકાનો ઘટાડો નોંધપાત્ર કહી શકાય. જ્યારે રાજકોટ (પૂર્વ),દક્ષિણ, રાજકોટ (ગ્રામ્ય), જેતપુર વગેરે બેઠકો પર નજીવો ફેરફાર થયો છે.

ઓછુ મતદાન થયું તે પાટીદાર બેઠકમાં અન્ય સમાજે ઓછુ મતદાન કર્યું કે પાટીદાર સમાજે તે કહેવું મૂશ્કેલ છે અને આ ઓછુ મતદાન ભાજપ સરકાર સામેની હતાશાના કારણે થયું કે કોંગ્રેસના મતો કપાયા તે જાણવા તા.૧૮ ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર