Election Banner

કાળા વાવટા સાથે વિરોધ કરતા પાસ અને ભાજપ વચ્ચે ઘર્ષણ

- મહેસાણા નજીક પાંચોટ ગામે

- પાસ કાર્યકરો ભાજપનો વિરોધ કરવા જતા અચાનક તલવારનીકળી : વડીલોએ મામલો થાળે પાડયો

મહેસાણા, તા.૧ર ડિસેમ્બર 20107, મંગળવાર

મહેસાણા નજીક હાઈવે પર ભાજપના ઉમેદવાર રજની પટેલની રેલી - પ્રચારનો કાર્યક્રમ હોવાથી  પાંચોટ ગામેથી ભાજપ કાર્યકરો ડીજે સાથે રવાના થયા હતા. આ દરમિયાન સ્થાનિક પાસ કાર્યકરોએ કાળા વાવટા સાથે વિરોધ કરતા અચાનક તલવાર સાથેનુ રૌદ્ર સ્વરૃપ જોવા મળ્યુ હતુ. રાજકારણને કારણે ગામના પાટીદારોનો આંતરિક ઝઘડો ન થાય તે માટે વડીલોએ બંનેને સમજાવી મામલો થાળે પાડયો હતો.

બેચરાજી વિધાનસભાના ભાજપના ઉમેદવાર રજની પટેલના ચુંટણી પ્રચાર અને સભાના કાર્યક્રમને લઈ પાંચોટ ગામથી ડીજેના તાલે રેલીનુ આયોજન ગોઠવાયુ હતુ. આ દરમિયાન ગામના પાટીદાર અનામત આંદોલનના સમર્થકોએ ભાજપનો વિરોધ કરવાનુ નકકી કરી કાળા વાવટા સાથે પુરૃષ-મહીલાઓ બહાર ઘસી આવી હતી. વિરોધને પગલે સ્થાનિક ભાજપ આગેવાન સાથે પાસ સમર્થકોની ચકમક શરૃ થઈ ગઈ હતી. જેમાં અચાનક તલવાર સાથેનું રોદ્ર સ્વરૃપ જોવા મળ્યુ હતુ.

સ્થાનિક ભાજપ આગેવાન ચંદ્રેશ પટેલે જણાવ્યુ હતુ કે પાસ સમર્થકો તલવાર લઈ આવ્યા હતા, પરંતુ  સ્વબચાવમાં તેમની પાસેથી તલવાર ઝુંટવી લેતા મારો તલવાર સાથેનો વિડીયો ઉતારી લેવાયો હતો. જયારે તેના વિરોધમાં પાસ સમર્થકોએ જણાવ્યુ હતુ કે અમારી પાસે થાળી-વેલણ અને કાળા વાવટા સિવાય કંઈ જ નહોતુ. તલવાર ભાજપી આગેવાને ખેચી હતી. આ તરફ રાજકીય ધમાસાણમાં ગામના પાટીદાર યુવાનોે વચ્ચે લોહીયાળ જંગ ન ખેલાય તે માટે વડીલોએ સમજાવટ કરી મામલો થાળે પડાવ્યો હતો.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર