Election Banner

હાર્દિક સહિતના પાસના નેતાઓની ભાવિ ગતિવિધીની દિશા નક્કી થશે

- ભાજપ સત્તા પર આવે તો પાસના નેતાઓની હાલત કફોડી થવાની અટકળ

સુરત, તા.17 ડિસેમ્બર 2017,રવિવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આક્રમક રીતે ભાજપનો વિરોધ કરનારા હાર્દિક પટેલ એન્ડ કંપનીનું ભવિષ્ય આવતીકાલ મતગણતરી બાદના પરિણામ સાથે નક્કી થઈ જશે.

ગુજરાતમાં ભગવો લહેરાય તો વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ માટે બેફામ નિવેદન કરનારા પાસના આ નેતાઓની હાલત કફોડી થાય તેવી શક્યતા છે. પણ એક્ઝીટ પોલથી વિપરિત પરિણામ આવે અને ભાજપની હાર થાય તો આ કંપનીનો દબદબો વધશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અમાનત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને પાસના નેતાઓએ સુરત સહિત ગુજરાતમાં પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં આક્રમક રીતે ભાજપને પાડી દેવા માટે પ્રચાર કર્યો હતો.

આ પ્રચાર દરમિયાન પાસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના  રાષ્ટ્રીય  પ્રમુખ અમિત શાહ માટે આકરા શબ્દો બોલાયા હતા. ભાજપને પાડી દેવા માટે હાર્દિક એન્ડ કંપનીએ જોર લગાવ્યું તેમાં સુરત પાસના પણ કેટલાક નેતાઓ આક્રમક બન્યા હતા.

જોકે, મતદાન પહેલા જ સુરતના કેટલાક નેતાઓએ પલ્ટી મારી ભાજપનો ખેસ પણ પહેરી લીધો હતો. પરિણામ પહલા સુરતના રાજકારણમાં એવી ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક પટેલ  ઉપરાંત સુરતના પાસના નેતાઓનું ભાવીનો ફેંસલો પણ થશે. ગુજરાતમાં ભાજપ રાજ આવશે તો પાસના નેતાઓ સામે કાર્યવાહીનો દોર શરુ થાય તેવી ચર્ચા છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર