Election Banner

નોટાને વોટ, ૫,૫૧,૪૩૧ મતદારોએ એકેય પક્ષના ઉમેદવારને પસંદ કર્યો નહીં

- વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર નોટાનો ઉપયોગ થયો

- ગુજરાત કુલ મતના ૧.૮ ટકા મત નોટાને મળ્યા, નાના રાજકીય પક્ષો કરતાંય નોટાને વધુ મત મળ્યા

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીમાં લાખો મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાનુ જ પસંદ કર્યુ ન હતું. આ વખતે ચૂંટણીમાં ૫.૫૧ લાખ મતદારોએ રાજકીય પક્ષના ઉમેદવારને બદલે નોટાને મત આપ્યો હતો.

જનતાને હવે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી પર ભરોસો રહ્યો નથી. લોકો ધારાસભ્યોની કામગીરીથી ભારોભાર નારાજ છે. આ કારણોસર લોકોએ ચૂંટણીમાં મત તો આપ્યો પણ નોટાને. મોટાભાગે દરેક મત વિસ્તારમાં બે-ચાર હજાર મતો નોટાને મળ્યાં છે. નોટાના મતોએ પણ હારજીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો મતદારોએ નોટાને મત ન આપ્યાં હોત,અને પસંદગીના ઉમેદવારને મત આપ્યો હોત તો,કદાચ પરિણામ જૂદુ હોત.

રાજ્ય ચૂંટણીપંચના મતે,ગુજરાતના કુલ મતના ૧.૮ ટકા મત નોટાને મળ્યાં છે. આ તરફ, એનસીપી,બીટીપી,બહુજન સમાજ પાર્ટી સહિતના નાના રાજકીય પક્ષોને ય નોટા કરતાં ઓછા મતો મળ્યા છે. મતદારોએ નાની રાજકીય પાર્ટી કરતાં નોટાને પસંદ કરવાનુ વધુ પસંદ કર્યુ છે. જે ઉમેદવારો પ્રત્યેની નારાજગી દર્શાવે છે. ઉલ્લેખનીય છેકે,ગત લોકસભાની ચૂંટણીમાં નોટાનો પ્રથમવાર ઉપયોગ કરાયો હતો.

અમદાવાદમાં કઇ બેઠક પર કેટલા નોટાને મત મળ્યા

બેઠક  NOTA બેઠક NOTA
એલિસબ્રીજ ૩૪૭૯ ઘાટલોડિયા ૪૧૭૩
નારણપુરા ૨૮૬૭ મણિનગર ૨૬૧૨
વેજલપુર ૩૬૬૩ સાબરમતી ૨૮૫૬
દરિયાપુર ૧૬૧૬ અસારવા ૨૦૬૭
અમરાઇવાડી ૨૪૨૭ બાપુનગર ૧૮૨૨
ઠક્કરબાપાનગર ૨૨૨૯ જમાલપુર ૧૬૮૮
દાણિલિમડા ૨૧૮૨ નિકોલ ૧૯૫૯
નરોડા ૨૮૫૨ વટવા ૨૪૬૦

 

ચૂંટણીમાં નોટા વધુ પડે તો ચૂંટણી લડતા સભ્યોને સ્પર્ધામાંથી ૫ વર્ષ દૂર કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પડેલા કુલ મતમાંથી કોન્ગ્રેસ અને ભાજપે મેળવેલા મત પછી ત્રીજા ક્રમે નોટા આવે છે. ગુજરાતમાં અંદાજે ૫.૫ લાખ નોટા વોટ પડયા છે તે પણ રાજકારણીઓ પ્રત્યેનો એક ચોક્કસ વર્ગનો અણગમો પ્રદર્શિત કરે છે. તેથી રાજકીય માહોલમાં અને ચૂંટણી લડનારા હરીફોની પાત્રતામાં સુધારો લાવવાની તેમની ઇચ્છાને નોટાના માધ્યમથી તેમણે વાચા આપી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. નોટા વોટની ટકાવારી સાથે જોડીને ચૂંટણી લડતા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની પાત્રતાને સાંકળવી જરૃરી છે.  તેનું દ્રષ્ટાંત આપતા કેટલાક નિષ્ણાતો કહે છે કે કોઈપણ મતદાર સંઘમાં નોટાના વોટની ટકાવારી ઉમેદવારોએ મેળવેલા વોટ કરતાં વધુ આવે તો તેવા સંજોગોમાં ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને પાંચ કે દસ વર્ષ માટે ચૂંટણી લડવાને પાત્ર ન ગણવા જોઈએ. તેમ કરવામાં આવશે તો જ નોટા અર્થપૂર્ણ બનશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર