Election Banner

અમિત શાહ ફરી એક વખત રાજનીતિના ચાણક્ય પૂરવાર થયા

- મુસીબતો વચ્ચે પણ 'ગુજરાત' જીતાડયું

- ૨૦૧૪ પછી સહિતના વિવિધ રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપને ભવ્ય સફળતા અપાવી છે

અમદાવાદ,તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એક વખત રાજનીતિના ચાણક્ય પુરવાર થયા છે. ગુજરાતમાં ભાજપ સામે અનેક પ્રકારનાં પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં તેઓએ પોતાની સૂઝબૂઝથી ભાજપને કાંઠા સુધી લાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતમાં ભાજપને સતત છઠ્ઠી વખત સરકાર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાંથી જ ભાજપને ૭૩ બેઠક અપાવીને કેન્દ્ર સરકાર બનાવવામાં મહત્વનું કામ કરનારા અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ જુદા જુદા રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં પણ ભાજપને જબરજસ્ત સફળતાં અપાવી છે. ઉત્તર પ્રદેશમાં ૩૨૫ બેઠકો સાથે ભાજપને વિજયી બનાવવામાં કુશળ રણનીતિકાર, વ્યૂહરચનાકાર તરીકે સફળ થઈને દેશની રાજનીતિને નવો વળાંક આપ્યો છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપની જીતના મહત્ત્વનાં આધારસ્તંભ પૂરવાર થયા છે. ગુજરાતની ચૂંટણીની બાગડોર સંભાળીને તેઓ ગુજરાતમાં ઠેરઠેર ફર્યા હતા. જાહેરસભાઓ રેલીઓ કરી હતી. અમિત શાહ ૭ દિવસમાં રાજ્યનાં તમામ જીલ્લા-મહાનગરોનાં શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ સાથે અને આગેવાનો સાથે બેઠકોનો દૌર કરી માર્ગદર્શન આપ્યું હતું.

તેઓએ ૫૦ હજારથી વધુ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. દરિયાપુરમાં મનકી બાત - આપકે સાથેના કાર્યક્રમમાં મુસ્લિમ લોકો પણ તેમને જોવા મોટી સંખ્યામાં આવ્યા હતા.

અમિત શાહે ૧૯૯૫ પહેલાનું અને ત્યાર પછીના ગુજરાતનાં વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈને પ્રચાર કાર્યક્રમને અસરકારક બનાવ્યો હતો. ઉપરાંત વિવિધ નેતાઓની યોજાતી ચૂંટણી સભાઓ અને બેઠકો અંગેની રણનીતિ ઘડવામાં ઝીણવટભર્યું આયોજન કર્યું હતું. આમ વડાપ્રધાન મોદી તથા અમિત શાહનાં અથાગ પુરૃષાર્તે ભાજપના વિજયનો પાયો નાખ્યો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર