Election Banner

શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી હારી ગયા

- કોંગ્રેસના મહત્ત્વના પ્રદેશ નેતાઓ

- હવે વિધાનસભામાં મોહનસિંહ રાઠવા, પરેશ ધાનાણી, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, જિજ્ઞોશ મેવાણી ચમકશે

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2017,સોમવાર

ગુજરાતમાં કોંગ્રેસનો દેખાવ ૧૯૯૫ પછી પહેલીવાર સુધર્યો છે. અલબત્ત એના મહત્ત્વના પ્રદેશ નેતાઓ ચૂંટણી જંગ હારી ગયા છે. જેમાં શક્તિસિંહ ગોહિલ (માંડવી- કચ્છ), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), સિદ્ધાર્થ પટેલ (ડભોઈ) તથા ડો. તુષાર ચૌધરીનો (મહુવા- દક્ષિણ ગુજરાત) સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે એક સારા સમાચાર એ છે કે, હાલના વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવતા મોહનસિંહ રાઠવા જીતી ગયા છે.

ભૂતપૂર્વ મંત્રી એવા શક્તિસિંહ ગોહિલ ૨૦૧૨માં ભાવનગરમાંથી હાર્યા પછી કચ્છમાં અબડાસાની બેઠક પરથી પેટાચૂંટણી લડીને જીત્યા હતા. અલબત્ત, આ વખતે તેમણે બેઠક બદલીને માંડવીથી ચૂંટણી લડી હતી. જો કે, અહીંથી તેઓ ૯૦૪૬ મતોથી ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજા સામે હારી ગયા છે.

બીજા મહત્ત્વના નેતા અર્જુન મોઢવાડિયા પરંપરાગત પોરબંદર બેઠકમાંથી ફરી હારી ગયા છે વળી એમને હરાવનારા બાબુ બોખિરિયા જ છે જે ૨૦૧૨માં પણ એમના પ્રતિસ્પર્ધી રહ્યા હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર અમરસિંહ ચૌધરી મહુવા એસ.ટી. અનામત બેઠક પરથી (સુરત જિલ્લો) ચૂંટણી લડયા હતા તેમને ભાજપના મોહન ઢોડિયાએ ૬ હજાર ઉપરાંત મતોની સરસાઈથી હરાવ્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ ડભોઈની બેઠક પરથી ફરી હારી ગયા છે. તેમને ભાજપના શૈલેષ મહેતાએ (શૈલેષ સોટ્ટા) હરાવ્યા છે. સોટ્ટાએ માત્ર ૨૮૩૯ મતોની સરસાઈથી સિદ્ધાર્થ પટેલને પરાજિત કર્યા છે.

કોંગ્રેસ માટે સારા સમાચાર એ છે કે વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા જીતી ગયા છે. તેમણે ભાજપના જશુભાઈ રાઠવાને હરાવ્યા છે. મોહનસિંહ રાઠવા કદાચ ગુજરાત વિધાનસભામાં લાંબી ઇનિંગ ખેલી ચૂકેલા ધારાસભ્ય છે. તેઓ ચોથી વિધાનસભાથી સતત ચૂંટાતા આવે છે અર્થાત્ આ તેમનો દસમો વિજય છે.

નોંધપાત્ર બાબત એ છે કે તેમણે પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને ૧૯૭૫ની ચૂંટણી હરાવ્યા હતા અને યુવાન જાયન્ટ કીલર તરીકે પ્રસ્થાપિત થયા હતા.

કોંગ્રેસ પક્ષના આંતરિક સૂત્રો કહે છે કે, પક્ષે આ બધા નેતાઓને ઉમેદવારો બનાવવા કરતા ચૂંટણીની જવાબદારી સોંપીને મુક્ત રાખ્યા હોત તો વધુ સારું થાત. ઉમેદવારી કરી હોવાના કારણે તેઓ મર્યાદિત બની ગયા હતા.

હવે વિધાનસભામાં બધો મદાર પરેશ ધાનાણી, જવાહર ચાવડા જેવા સંસદીય પરંપરાઓથી જાણકાર ધારાસભ્યો પર વધુ રાખવો પડશે. મોહનસિંહ, ધાનાણી, ચાવડાની સાથે નવા ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર, જિજ્ઞોશ મેવાણીની એક નવી ધરી આકાર લેશે જે નજીવી બહુમતીથી જીતેલા ભાજપ સામે મોરચો માંડશે.

બેઠક ઉમેદવાર મત પ્રતિસ્પર્ધિ મત સરસાઇ
માંડવી(કચ્છ) શક્તિસિંહ ગોહિલ ૭૦૪૨૩ વિરેન્દ્રસિંહ જાડેજા ૭૯૪૬૯ ૯૦૪૬
પોરબંદર અર્જુન મોઢવાડિયા ૭૦૫૭૫ બાબુ બોખિરીયા ૭૨૪૩૦ ૧૮૫૫
મહુવા(સુરત) તુષાર ચૌધરી ૭૬૧૭૪ મોહન ઢોડિયા ૮૨૬૦૭ ૬૪૩૩
ડભોઈ સિદ્ધાર્થ પટેલ ૭૫૧૦૬ શૈલેષ મહેતા (સોટ્ટા) ૭૭૯૪૫ ૨૮૩૯

 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર