Election Banner

ભરૃચ શહેરમાં ભાજપનો ગઢ અકબંધ રહેતા ભગવો લહેરાયો

ભરૃચ,તા.૧૯
ભરૃચ જિલ્લાની પાંચ પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ભાજપનો કબ્જો હતો. જેમાંથી જંબુસર બેઠક ગુમાવી છે તો ભરૃચ અને વાગરામાં સરસાઈ ઘટી છે પરંતુ અંકલેશ્વરમાં સરસાઈમાં ખૂબ વધારો થયો છે
પશ્ચિમ વિસ્તાર કોંગ્રેસની પડખે રહ્યો ઝાડેશ્વરમાં ભાજપાનો દેખાવ સારો
ભરૃચ વિધાનસભા બેઠકના ઉમેદવારના નામની જાહેરાત અંતિમ સમય સુધી ભાજપાએ કરી ન હતી. અને કિરણ ઠાકોરના નામની જાહેરાત કોંગ્રેસે કરતા તુરત ભાજપાએ વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલને ચૂંટણીમાં ઉતાર્યા હતા. તો બીજી બાજુ કોંગ્રેસે કિરણ ઠાકોરના સ્થાને જૂના જોગી એવા પાટીદાર ચહેરા જયેશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતાં ભરૃચનો જંગ બે પાટીદારો વચ્ચેનો બની ગયો હતો.
ભરૃચ વિધાનસભા બેઠક પર ભાજપાનો દુષ્યંત પટેલને નગરપાલિકાની નબળી કામગીરી સંગઠનનો સાથ નહિ અને કોંગ્રેસના કહેવાતા મજબૂત ઉમેદવાર છતાં પણ માત્ર ૧૨ દિવસની મહેનતના અંતે ૩૩૦૯૯ મતથી વિજય થયો છે.
આ વિજય બાદ ભરૃચમાં હજુ પણ કોંગીજનો તેમની રીતે ગણિત ગોઠવી ક્યાં થાપ ખાધી ક્યાં ઓછા મત મલ્યા તેનો કયાસ કાઢવામાં વ્યસ્ત બન્યા છે. જેમાં મળેલ મતોની આંકડાકીય માહિતી જોઈએ તો ચાવજ ગામમાં ભાજપ કોંગ્રેસ લગભગ સમાન રહ્યાં છે. પરંતુ ઉમરાજમાં ભાજપાએ લીડ મેળવી તો કંથારીયા અને શેરપુરા કોંગ્રેસને પડકે રહ્યાં નંદેલાવમાં પણ અડધા અડધા મત બંનેને મળ્યા એવું જ હલદરવામાં રહ્યું પરંતુ વડદલામાં ભાજપનું કમળ આગળ રહ્યું. પરંતુ ભોલાવમાં ભાજપાની વધુ સરસાઈ રહી. મકતમપુરમાં પણ ભાજપને સારા એવા મત મળ્યા અને ખુદ જયેશ પટેલના ઝાડેશ્વર તેમજ નર્મદા  નગરમાં દુષ્યંત પટેલને વધુ મત મળ્યા.
ભરૃચ શહેરના પશ્ચિમ વિસ્તારનાં લઘુમતી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જયેશ પટેલને વધુ મત મળ્યા. પરંતુ આ સિવાયનાં સોસાયટી અને જૂના ભરૃચના અન્ય વિસ્તારમાં ભાજપાએ ભારે લીડ મુકી અંકલેશ્વરના જીતાલી અને સેંગપુરનો કરારવેલ, બાદ કરતાં અંદાડા, કાંસિયા ,સામોર, મોતાલીમાં ભાજપાનો દબદબો જોવા મળ્યો.
આમ ભરૃચ બેઠક પર ભાજપ કોંગ્રેસને તેઓના પરંપરાગત મતદારોનાં મત મળ્યા પરંતુ જીતમાં પુનઃ એકવાર સોસાયટી એને જુના ભરૃચ સહિત ભોલાવ અને અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારનાં મત નિર્ણાયક સાબિત થયા.
ભાજપાના દુષ્યંત પટેલની લીડ ગત ચૂંટણી કરતાં ઘટી છે. પરંતુ આમ છતાં તેઓનો દેખાવ સંતોષકારક રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર