Election Banner

દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં ભાજપા- કોંગ્રેસ સિવાયના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ

દાહોદ,તા.૧૯
દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ જવા પામી છે. એકમાત્ર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારો લડાઈમાં હોઈ ત્યારે તે સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા બાબતની ચર્ચા શહેર સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો પૈકી ૧૨૯- ફતેપુરા બેઠકની વાત કરીએ ફતેપુરા બેઠકમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત એનસીપી, બહુજન સમાજ પાટી, જનતા દળ, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન પાર્ટીના ઉમેદવારો પણ મેદાને હતા. એનસીપીના ઉમેદવારને ૨૭૪૭ મત, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને ૧૧૮૬, જનતાદળને ૧૯૮૯ અને ઓ.ઈ.હિ.કો.પા.ને ૧૫૪૫ મત મળતા તેઓની ડિપોઝીટ ડુલ થવા પામી છે.
જ્યારે ૧૩૦-ઝાલોદ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિધો જંગ હોવાથી કોઈ અન્ય પક્ષનો ઉમેદવાર મેદાન ન હતો. જેથી જેનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.
૧૩૧- લીમખેડા બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં કુલ ૫ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ૨ અપક્ષ અને એક ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોમાં અપક્ષના એક ઉમેદવારને ૧૦૩૨ મત અને બીજાને ૪૧૪૪ મતો પ્રાપ્ત થયા હતા જ્યારે ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ૧૯૪૯ મત મળતા આ ત્રણેય ઉમેદવારોની પણ ડિપોઝીટ ગુલ થવા પામી છે.
૧૩૨- દાહોદ બેઠકમાં પણ ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં એનસીપી ના ઉમેદવારોને ૧૭૪૪ મત, બહુજન સમાજ પાર્ટીને ૬૭૭, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં ઉમેદવારને ૬૪૨, અપક્ષના ઉમેદવારને ૧૭૬૪ મતો મળતાં આ ચારેય ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી છે.
૧૩૩- ગરબાડા બેઠકમાં કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય બીજા ચાર ઉમેદવારોમાં બહુજન સમાજ પાર્ટીનાં ઉમેદવારને ૩૧૭૯, ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ૨૧૫૦, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીને ૨૭૧૧ અને જનતા દળ યુનાઇટેડના ઉમેદવરને ૧૫૦૬ મત મળતાં તેમની પણ ડિપોઝીટ ડુલ થઇ હતી.
૧૩૪-દેવગઢ બારિઆ બેઠકની વાત કરીએ તો ભાજપ- અને કોંગ્રેસ સહિત કુલ ૪ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ૩૫૨૯ મત અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને માત્ર ૧૩૩૮ મત મળતા બંન્ને ઉમેદવારોની પણ ડિપોઝીટ ડુલ થઇ હતી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર