Election Banner

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું સંગઠન નબળું પડતાં બે બેઠક પર હાર થઈ

છોટાઉદેપુર,તા.૧૯
છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે બેઠક કોંગ્રેસ મેળવી ગયુ અને એક ભાજપના ફાળે આવી છે. છેલ્લા ઘણા સમયથી ચાલતી ચૂંટણીઓની  તૈયાર ભાજપને માથે પડી છે.
ચૂંટણીને માત્ર વીસ દિવસ જેવો સમય બાકી હતો ત્યાં સુધી ઉમેદવારો બંને પક્ષો જાહેર નહી થતાં પ્રચાર ઉમેદવાર કેવી રીતે કરશે એ પ્રશ્ન હતો. આ વિધાનસભા ચૂંટણી યોજાઈ તેમાં મતદારો સુધી ઉમેદવાર પહોંચી શક્યા નથી. કાર્યકરો દ્વારા જેટલું કામ થયુ તેના ઉપર બંને પક્ષ આધારીત હતા.
કોંગ્રેસ પક્ષમાં સંગઠનનો ભારે અભાવ છે. કાર્યકરો સાથે વર્ષમાં એક વખત મીટિંગ થતી નથી. કાર્યકરો જણાવે છે કે માત્ર ચૂંટણીએ આવે ત્યારે યાદ કરવામાં આવે છે. તાલુકા અનેજિલ્લાના આગેવાનો માત્ર હોદા ધારણ કરીને બેઠા છે. કેટલાક કાર્યકરોથી નેતાઓને પણ નારાજગી વર્તાય રહી છે.
ભાજપ જિલ્લા પ્રમુખ જશુભાઇ રાઠવા- ૧૩૭ વિધાનસભાના ઉમેદવાર હતા છેલ્લા ઘણા સમયથી કાર્યકરોના સતત સંપર્કમા રહેતા હતા ગામડાની અંદર ટૂંકા ગાળામાં ઘણો સારો સંપર્ક કર્યોહતો. પરંતુ ટૂંકો સમય મળતા અને પક્ષના કેટલાક કાર્યકરોમાં નારાજગી જોવા મળતાં છોટાઉદેપુર વિધાન સભા બેઠક ગુમાવવી પડી છે. આજ હાલત પાવીજેતપુર વિધાનસભા માં થયું છે.
નસવાડી કોંગ્રેસના ધારા સભ્ય છેલ્લા ત્રણ ટમથી જીતતા હતા પરંતુ આતરીક સંગઠન મજબુત ન હોવાથી આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપ દ્વારા ૧૩૯ વિધાનસભા બેઠક ઉપર સારૃ સંગઠન ઉભું કરતા ઘણાં વધુ મતે બેઠક મેળવી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર