Election Banner

વડોદરા શહેર જીલ્લાની 10 બેઠકો પર મોટાભાગના અપક્ષ ઉમેદવારો ૧૦૦૦થી વધુ મત મેળવી શક્યા નથી

વડોદરા,તા.19.ડીસેમ્બર
વડોદરા શહેર તેમજ જિલ્લાની દસ વિધાનસભા બેઠકો પર ૩૦ અપક્ષોએ ૬૬૫૧૦ મત મેળવ્યા હતાં. જો કે સયાજીગંજ અને વાઘોડિયા બેઠક પરના બે અપક્ષ ઉમેદવારોને બાદ કરતા તમામે ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. માત્ર અપક્ષોજ નહી પરંતુ ભાજપ તેમજ કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષોના ૩૨ ઉમેદવારોને પણ ૮૦૮૯૨ મત મળ્યા  હતા  આ ઉમેદવારોએ પણ પોતાની ડિપોઝીટ ગુમાવવી પડી છે.
માત્ર વાઘોડિયા બેઠક પરજ અપક્ષ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો
વડોદરાની દસ બેઠકો પરની મતગણતરીમાં કેટલાક ઉમેદવારોને પોતાની જીત તેમજ હાર માટે અપક્ષો તેમજ અન્ય પક્ષોના મતોએ પણ નિર્ણાયક ભાગ ભજવ્યો છે. વડોદરાની તમામ બેઠકો પર જ્યાં અપક્ષો ઉભા રહ્યા હતા તેમાં બે મજબુત ઉમેદવારને બાદ કરતા  અન્ય તમામ ઉમેદવારો પોતાની હાર નિશ્ચિત હોવા છતા તેઓ ચૂંટણી મેદાનમાં ઉભા રહ્યા હતા અને અપેક્ષા મુજબ મોટાભાગના અપક્ષ ઉમેદવાર એક હજારથી વધુ મત મેળવી શક્યા નથી.
આંકડાકીય રીતે જોઇએ તો વડોદરાની તમામ બેઠકો પર કુલ ૩૦ અપક્ષોએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. આ અપક્ષોને કુલ ૬૬૫૧૦ મત પ્રાપ્ત થયા હતાં. તમામ અપક્ષોના  મતનો  કુલ સરવાળો સયાજીગંજ વિધાનસભાના વિજેતા ઉમેદવારની લીડની નજીક છે. જો કે વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર અને અપક્ષ વચ્ચે સીધો જંગ હતો જ્યારે સયાજીગંજ બેઠક પર ત્રીપાંખીયા જંગમાં પણ એક અપક્ષ ઉમેદવાર હતાં.
માત્ર અપક્ષજ નહી પરંતુ ભાજપ તેમજ કોંગ્રેસ સિવાયના અન્ય પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ પણ સામાન્ય મત મેળવ્યા હતાં. આ પક્ષોના કુલ ૩૨ ઉમેદવારોએ ૮૦૮૯૨ મત મેળવ્યા છે.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર