Election Banner

151ના ટાર્ગેટના સૂરસૂરિયા બાદ ભાજપના કાર્યકરોમાં આંતરિક આનંદ, હવે અમારી કિંમત સમજાશે

વડોદરા,તા.19.ડીસેમ્બર
ગુજરાત વિધાનસભાના જાહેર થયેલા પરિણામોમાં ભાજપના દિગ્ગજોએ ૧૫૧ પ્લસ બેઠકોના કરેલા દાવાનું સૂરસૂરિયુ થતા ભાજપના અનેક કાર્યકરોમાં આંતરિક આનંદની લાગણી પણ જોવા મળી છે.
ચૂંટણીમાં અમે યાદ આવીએ છીએ,સેન્સ લેવામાં અમારી કોઇ દરકાર નહી અને માથે મારે તે ઉમેદવારને જીતાડવાનો
ભાજપના કાર્યકરોને ચૂંટણી સિવાયના સમયે કોઇ મહત્વ અપાતુ નથી અને તેમને રૃબરૃમાં મળવાનું બાજુએ રહ્યુ પણ અનેક આગેવાનો કાર્યકરોના ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.
ચૂંટણી આવે એટલે માહોલ ઉભો કરવા માટે કાર્યકરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.ભાજપના નિરીક્ષકો દ્વારા ઉમેદવાર નક્કી કરતી વખતે સેન્સ લેવામાં આવે છે.પરંતુ આ પ્રક્રિયા પણ માત્ર દેખાવ પુરતી જ હોવાનું પૂરવાર થયુ છે.
ભાજપના અનેક કાર્યકરો એવી લાગણી અનુભવી રહ્યા છે કે,અમારી કિંમત માત્ર ચૂંટણી વખતે જ સમજાય છે.ચૂંટણી આવે એટલે અમારે ખેસ પહેરીને આવી જવાનુ અને માથે મારે તે ઉમેદવારને જીતાડવા દોડાદોડી કરવાની.
પરિણામોથી મનોમન હરખાઇ રહેલા કાર્યકરો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે,હવે નેતાઓ બોર્ડ-નિગમોની જગ્યાઓ ખાલી રાખવાની ભૂલ નહી કરે અને એક ને એક હોદ્દેદારને બીજા હોદ્દા આપતા પહેલા પણ દસવાર વિચાર કરશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર