Election Banner

વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકના ૬૧ ઉમેદવારોના મતો ભાજપના વિજયી ઉમેદવારની લીડ કરતાંય ઓછા

વડોદરા,મંગળવાર
ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામો થઈ ચૂક્યા છે. અને વડોદરા શહેરની પાંચયે બેઠક પર ભાજપે તેનો કબજો યથાવત જાળવી રાખ્યો છે. વડોદરા શહેર જિલ્લાની ૧૦ માંથી ૮ ભાજપે અને બે કોંગ્રેસે જીતી છે. દશ બેઠક પર ૮૨ ઉમેદવારો જંગમાં હતા.
૧૦ નાની પાર્ટીઓના ઉમેદવારો અને ૩૦ અપક્ષોને કુલ ૫૧૩૩૨ મત મળ્યા
૮૨ ઉમેદવારોમાં મુખ્ય હરીફ પક્ષ ભાજપ- કોંગ્રેસને બાદ કરતાં ૧૧ નાની પાર્ટીઓનાં ઉમેદવારો અને ૩૦ અપક્ષોએ પણ તેનું ભાવિ અજમાવ્યું હતુ. ૧૧માંથી ૧ આરએસપી ના ઉમેદવારે સયાજીગંજમાં ભાજપ સામે કોંગ્રેસની લગોલગ રહીને ટક્કર ઝીલી છે. ૧૦ નાની પાર્ટીઓના ઉમેદવારો અને ૩૦ અપક્ષોએ કુલ ૫૧૩૩૨ મત મેળવ્યા છે. સૌથી ઓછી એક અપક્ષને ૧૮૩ મત મળ્યા છે.
જ્યારે સૌથી વધુ બીટીપીના વાઘોડિયા બેઠકના ઉમેદવારને ૯૭૮૩ મળ્યા છે. બીટીપીએ ભલે વાઘોડિયામાં કાંઈ ખાસ ઉકાળ્યું નથી, પરંતુ ભરૃચ અને નર્મદા જિલ્લામાં તેના બંને પિતા- પુત્ર ઉમેદવાર સારી લીડથી ચૂંટણી જીતી ગયા છે. અને ભાજપને જહાત આપી છે. વડોદરાની દસ નાની પાર્ટી અને ૩૦ અપક્ષોના ૬૧ ઉમેદવારોએ જે ૫૧૩૩૨ મત મેળવ્યા છે. તે વડોદરા શહેર-વાડી બેઠકના ભાજપના મહિલા ઉમેદવારની ૫૨૩૮૩ની લીડ કરતાં પણ ઓછી છે. ૬૧માંથી ૨૧ ઉમેદવાર તો એવા છે. જેઓ પૂરા ૪૦૦ મત પણ મેળવી શક્યા નથી. દશેય બેઠકના જીતેલા ઉમેદવારોને કુલ ૯,૪૩,૩૧૪ અને હારેલા ઉમેદવારોને ૬,૦૪,૨૭૦ મત મળ્યા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર