Election Banner

ગુજરાતના મુખ્યપ્રધાન પદે વિજય રૂપાણી સહિત 22 પ્રધાનો લેશે શપથ

- વડાપ્રધાન સહિત 15 મંત્રીઓ આપશે હાજરી
- ભાજપના કેબિનેટમાં કોનો કોનો સમાવેશ?

અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2017 મંગળવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે આજે ફરીથી શપથ લેશે. 14મી વિધાનસભાના કેબિનેટમાં ઉપ મુખ્યપ્રધાન પદે નીતિન પટેલની વરણી થવાની છે અને 9 કેબિનેટ પ્રધાન સહિત 14થી વધુ રાજ્યકક્ષાના પ્રધાનો શપથ લેશે.

નવી સરકારના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થઈ રહ્યો છે, ભાજપ તરફથી કોઈ જ સત્તાવાર નામો જાહેર કરવામાં આવ્યા નથી. ચૂંટણીમાં સરકારના બે મંત્રી અને ત્રણ સંસદીય સચિવોની ટિકિટ કાપી લેવાઈ હતી. જ્યારે અધ્યક્ષ સહિત કુલ 7 મંત્રી- સંસદીય સચિવો ચૂંટણી હાર્યા છે. શપથ સમારોહ પૂર્વે સોમવારે સાંજે દિલ્હીથી અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રદેશના નેતાઓ વચ્ચે મંત્રીમંડળના કદ અને જવાબદારી અંગે મોડી રાત સુધી બેઠક ચાલી હતી.
ચૂંટણીમાં 99 બેઠકો સાથે વિધાનસભામાં બહુમતી સાથે રાજ્યમાં ભાજપ સળંગ છઠ્ઠી વખત સરકાર બનાવશે. મંગળવારે સવારે સચિવાલય સંકુલમાં વિધાનસભાની પાછળ હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજનારા શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના 21થી વધુ મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં ભાજપની નવી સરકારના પદાધિકારીઓના સોંગદવિધિ કાર્યક્રમમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા જેવા ભાજપ શાસિત રાજ્યોથી માંડીને એનડીએના ઘટકપક્ષો સાથેની જમ્મુ કાશ્મીર, બિહાર સહિતના રાજ્યોની સરકારોના 15 મુખ્યમંત્રી, 3 નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહશે. સચિવાલય સંકુલમાં નવી સરકારના શપથવિધિ સમારોહ માટે સવારે 11 ક્લાકનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ સ્થળે રાજ્યપાલ, પદનામિત મંત્રીઓ માટે મુખ્યમંચની બંને તરફ ડોમ હેઠળ તૈયાર થયેલા સ્ટેજમાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે અને બીજી તરફ સાધુ-સંતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શપથવિધિ કાર્યક્રમ માટે ચીફ સેક્રેટરી અને ગૃહ વિભાગના અધિકારીઓ વચ્ચે સોમવારે બેઠક મળી હતી. સચિવાલય સંકુલમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં સાંસદો, ઉદ્યોગપતિઓથી માંડીને ફિલ્મક્ષેત્રની સેલેબ્રિટી સહિત 4000થી વધુ વીવીઆઈપી મહેમાનોને પ્રોટોકોલ પ્રભાગે આમંત્રણ મોકલ્યા છે. મંગળવાર સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9.30 ક્લાકે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પહોંચશે અને ત્યારબાદ તેઓ નવી સરકારના શપથ સમારોહ સ્થળે આવશે. આગામી ૨૪ ક્લાક અનેકવિધ વીવીઆઈપી મૂવમેન્ટ હોવાથી અમદાવાદ- ગાંધીનગરને અભેદ્ય કિલ્લામાં ફેરવાયું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર