Election Banner

અરવલ્લીના 606 બુથોમાં 50 હજાર પરિવારોનો ઘરે ઘરે સંપર્ક કરાયો

- ભાજપનો ગૌરવ સંપર્ક અભિયાનમાં

પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોએ જુદાજુદા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો મોડાસા,

તા.૦૮ નવેમ્બર બુધવાર 2017 ગુજરાત ગૌરવ સંપર્ક મહાઅભિયાન અંતર્ગત ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં ઘર-ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો  હતો.જેમાં જિલ્લાના તમામ ૬ તાલુકા,બે શહેરો ના ૬૦૬ બુથોમાં અંદાજે ૫૦ હજાર પરીવારોનો સંપર્ક કરવામાં આવ્યોે હતો. જયારે  પ્રથમ દિવસે નિદ્યારીત બુથો ઉપર પ્રદેશ અને જિલ્લા ભાજપના આગેવાનોએ પણ જુદાજુદા વિસ્તારોમાં પ્રવાસ કરી નાગરિકોનો સંપર્ક કર્યો હતો. અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગૌરવ સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડે મોડાસાના લીંભોઈમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીએ મેઢાસણ સહિતમાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને નાગરિકો અને પરીવારોને મળીને રાજય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણની યોજનાઓ-કામો,વિકાસ સંબંધી વિગતો સાથેની પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

જિલ્લામાં તમામ ૬ તાલુકા,બે શહેરોમાં શક્તિ કેન્દ્રોના પ્રભારી કાર્યકર્તાઓ એ ઘરે-ઘરે પહોંચીને લોકોનો સંપર્ક કર્યો હતો.જેમાં બુથના સ્થાનિકો,પેજ પ્રમુખો અને શક્તિ કેન્દ્રોના પ્રભારીઓ પણ જોડાયા હતા.જિલ્લાકક્ષાએ ફોલોઅપ ટીમ દ્વારા જિલ્લાના તમામ બુથની વિગતો એકત્ર કરાઈ હતી.

 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર