Election Banner

વિરમગામ વિધાનસભા બેઠક ઉપર આ વખતે જોવા જેવી થશે

- અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બંને વિરમગામના છે

- ગત્ ચૂંટણીમાં જીતનારા કોંગી નેતા તેજશ્રીબહેન આ વખતે ભાજપા પક્ષે

અમદાવાદ, તા. 15

ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની વિરમગામ વિધાનસભામાં ત્રણ તાલુકા વિરમગામ, દેત્રોજ-રામપુર અને માંડલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. વિરમગામ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પક્ષે લડનારા અને વિજયી થનારા ડો. તેજશ્રીબહેન પટેલે હાલ ભાજપનો ખેસ પહેરી લીધો છે.

વિરમગામ વિધાનસભા બેઠક પર કુલ 2,54,088 મતદારો છે. જેમાં 1,32,578 પુરુષ અને 1,21,510 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 325 પોલીંગ બુથ આવેલા છે.

વિરમગામની બેઠકનો વર્ષવાર ચિતાર

- 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડો. તેજશ્રી બહેન પટેલે ભાજપના ઉમેદવાર પ્રાગજીભાઈ પટેલને 10.54 ટકાની જંગી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી.

- વર્ષ 2007માં આ બેઠક પરમાં ભાજપના કમાભાઈ રાઠોડે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ પટેલને 3316 મતથી હરાવીને બેઠક જીતી હતી.

- વર્ષ 2002માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર વજુભાઈ ડોડીયા વિજયી બન્યા હતા.

- વર્ષ 1998માં આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ વડલાણીએ જીતી હતી.

જાતીય સમીકરણોની વાત

- પટેલ 19.60 ટકા,

- મુસ્લિમ 6.20 ટકા

- ઠાકોર 17 ટકા

- દલિત 11.60 ટકા

- ક્ષત્રિય 12 ટકા

- ઓબીસી 16 ટકા

- સવર્ણ 3.54 ટકા

- અન્ય 8 ટકા

આમ, જોવા જઈએ તો આ બેઠક પર પટેલ અને ઓબીસી મતદારો પ્રભાવી જોવા મળે છે. જેના લીધે રાજકીય પક્ષો માટે આ બેઠક માટે વ્યુહાત્મ્ક રીતે પટેલ ઉમેદવારની પસંદગી મહત્વની બને છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર