Election Banner

વડાપ્રધાન મોદીએ કરેલા માનગઢ હત્યાકાંડના ઉલ્લેખ સામે ક્ષત્રિય-પાટીદાર સમાજમાં રોષ

- બંને સમાજના આગેવાનોની બેઠક યોજાઇ : મોદીના નિવેદનની ટિકા : ભાજપ વિરૃદ્ધ મતદાન કરશે

ભાવનગર, તા. 1 ડીસેમ્બર, 2017, શુક્રવાર

ગત તા.૨૯ના રોજ પાલિતાણા ખાતે યોજાયેલી ભાજપ પ્રેરિત વડાપ્રધાન મોદીએ જાહેર સભામાં માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કરતા ક્ષત્રિય અને પાટીદાર સમાજમાં ભાજપ સામે ભારે રોષની લાગણી જન્મી હતી. આજે રાજપૂત બોર્ડીંગ નવાપરા ખાતે ક્ષત્રિય આગેવાનો અને પાટીદાર આગેવાનોએ એકઠા થઇ વડાપ્રધાન મોદીના વર્ગવિગ્રહ ફેલાવતા નિવેદનને વખોડી ભાજપને જડબાતોડ જવાબ આપવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે પાલિતાણા આવેલ વડાપ્રધાન મોદી દ્વારા જનસભાને સંબોધી જેમા માનગઢના હત્યાકાંડ અંગે ઉચારણો કરતા ગોહિલવાડમાં વસતા રાજપૂત પરિવારોમાં રોષ લાગણી વ્યાપી ગયેલ સાથે આવુ નિવેદન કરી ગોહિલવાડમાં વસતા રાજપૂત સમાજ અને પટેલ સમાજ ગઇ ગુજરી ભુલી પરસ્પર શાંતિથી હળીમળીને પારિવારિક રીતે રહેતા બંને સમાજો વચ્ચે વૈમનસ્ય પેદા કરી મતનું હીન કક્ષાનું રાજકારણ રમતા વડાપ્રધાને પદની ગરીમા પણ ન જાળવી, આ પદે જાતિગત ઉશ્કેરણી શોભાસ્પદ નથી.

ગોહિલવાડ રાજપૂત સમાજની તમામ સંસ્થાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તો ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજમાંથી એકપણ ક્ષત્રિયને ટીકીટ ન ફાળવતા અન્યાય થયેલ છે. એવામાં આવા સફોટક નિવેદનથી રાજપૂત સમાજ એવું વિચારી રહેલ છે કે ભાજપ વિમુખ કામ કરતા પણ અચકાશે નહીં. ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. પાટીદાર સમાજના આગેવાન નિતીન ઘેલાણીએ મોદીના નિવેદનની ઝાટકણી કાઢી હતી.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર