Election Banner

Balasinor

બેઠક નો ચિતાર

121 - બાલાસિનોર વિધાનસભા

ભાજપના ઉમેદવારઃ માનસિંહ ચૌહાણ
કોંગ્રેસના ઉમેદવારઃ હજુ ફાઈનલ નથી

૨૦૧૨નું પરિણામ

સને ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ચૌહાણ માનસિંહ કોયાભાઇએ ૮૭૦૮૮ મત મેળવીને ભાજપના રાજેશભાઇ (પપ્પુ) પાઠકને ૬૯૯૧૭ મત મળતા ૧૭૧૭૧ મતે પરાજય આપ્યો હતો. કોંગ્રેસે કુલ મતદાનના ૫૦.૨૨ ટકા જ્યારે ભાજપે ૪૦.૩૨ મત મેળવ્યા હતા. બાકીના ૯.૪૮ ટકા મત બાકીના આઠ ઉમેદવાર વચ્ચે વહેંચાઇ ગયા હતા.

આંતરિક રાજકારણ

છેલ્લી પાંચ ચૂંટણીમાં માનસિંહ ચૌહાણે ચાર વખત વિજય મેળવ્યો છે. માત્ર ૨૦૦૨માં પ્રચંડ હિન્દુત્વવાદી મોજાને લઇ માનસિંહને હાર જોવી પડી હતી. તેમાં પણ તેમણે માત્ર ૫૩૭૪ મતે પરાજય મેળવ્યો હતો. તેઓ એક વખત ભાજપમાંથી બે વખત કોંગ્રેસમાંથી અને એક વખત આરજેપીમાંથી ચૂંટણી લડી વિજેતા નીવડયા છે. આમ આ બેઠક ઉપર તેઓ એક કદાવર નેતાનું સ્થાન ભોગવી રહ્યા છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં તેમનો સામનો કરનાર પ્રતિસ્પર્ધી રાજેશભાઇ પાઠક સાથે મળી જો તેઓ ચૂંટણી જંગમા ઝંપલાવે તો તેઓ અજેય બની જાય તેવી સંભાવના છે. આ બેઠકમાં સૌથી વધુ ઓબીસી મતદાર હોવાથી તેનો સીધો ફાયદો માનસિંહ ચૌહાણને મળતો રહ્યો છે. અન્ય જાતિમાં તેમની સૌમ્ય અને મૃદુ છબીને કારણે ટેકો મળતો રહ્યો છે. બ્રાહ્મણોની ઓછી સંખ્યા હોવા છતાં ભાજપના પીઠબળના કારણે સારો દેખાવ કરતા રાજેશભાઇ પાઠક છેવટે ઓબીસી મતદારોના એકતરફી ઝોકને કારણે હારતા આવ્યા છે. મતદારો ઉપર ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને જનવિકલ્પ પક્ષનું કેટલુ જોર જોવા મળશે તેના પર પરિણામ નિર્ભર કરે છે.

છેલ્લી પાંચ ચૂંટણીનો ઇતિહાસ

સને ૧૯૯૫માં ખેલાયેલા બહુપાંખી જંગમાં ભાજપના ચૌહાણ માનસિંહ કોયાભાઇએ ૪૪૨૧૦ મત મેળવી કોંગ્રેસના ચૌહાણ પર્વતસિંહ ચતુરસિંહને ૨૨૨૦૨ મત મળતા ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો. ભાજપને ૫૧.૧૪ ટકા જ્યારે કોંગ્રેસને ૨૫.૬૮ ટકા મત મળ્યા હતા. બાકીના મતોમાં બીજા આઠ ઉમેદવારે ભાગ પાડયા હતા. જેમાં ચાર ઉમેદવારે તો ૧ ટકાથી ૫ણ ઓછા મત મેળવ્યા હતા.

સને ૧૯૯૮માં આરજેપીની ટિકિટ પર ચૂંટણીજંગમાં ઝૂકાવી ચૌહાણ માનસિંહ કોયાભાઇ ૩૭૪૫૨ મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના અમરસિંહ ચૌહાણને ૧૯૮૯૨ જ્યારે ભાજપના ચંદ્રસિંહ ફતેસિંહ ઝાલાને ૧૪૨૦૨ મત મળતા તેમનો પરાજય થયો હતો. એ સિવાય બીજા બે ઉમેદવારની પણ હાર થઇ હતી. માનસિંહે નિકટવતી ઉમેદવારને ૧૭૫૬૦ મતે હરાવી નવો પક્ષ હોવા છતા પોતાનો વિજય કુલ મતના ૪૮.૭૩ ટકા મત મેળવી જાળવી રાખ્યો હતો.

સને-૨૦૦૨માં ભાજપ કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં ભાજપના રાજેશભાઇ (પપ્પુ) પાઠકે ૫૫૪૧૬ મત મેળવીને કોંગ્રેસના ચૌહાણ માનસિંહ કોયાભાઇને ૫૩૭૪ મતે પરાજીત કર્યા હતા. ભાજપને ૫૨.૫૫ ટકા અને કોંગ્રેસને ૪૭.૪૫ ટકા મત મળ્યા હતા.

સને-૨૦૦૭માં ફરી આ બંને ઉમેદવાર બહુપાંખી ચૂંટણી જંગમાં ટકરાતા કોંગ્રેસના ચૌહાણ માનસિંહ કોયાભાઇ ૪૯૩૩૧ મત મેળવીને વર્તમાન ધારાસભ્ય રાજેશભાઇ પાઠકને ૩૩૫૪૭ મત મળતા ૧૫૭૮૪ મતે પરાજીત કર્યા હતા. કોંગ્રેસને ૫૦.૧૬ ટકા મત જ્યારે બીજેપીને માત્ર ૮.૭૭ ટકા મત મળ્યા હતા. જ્યારે રાજેશભાઇ પાઠકે બીજેએસએસમાંથી ચૂંટણી લડી હતી.

સને - ૨૦૧૨માં પણ આ જ જૂના પ્રતિસ્પર્ધીઓ ફરી ટકરાતા તેમની વચ્ચે કુલ મતના ૯૦.૫૪ ટકા વહેંચાયા હતા. બાકીના આઠ પૈકીના સાતને બે ટકા સુધીના મત મળ્યા હતા. કોંગ્રેસના માનસિંહ કોયાભાઇ ચૌહાણનો ૧૭૧૭૧ મતની સરસાઇથી વિજય થયો હતો.

 

માનસિંહ ચૌહાણ

મિલકત ---

આંતરિક રાજકારણ

અજીત ચૌહાણ

મિલકત --

આંતરિક રાજકારણ

 

રાજેશભાઇ પાઠક

મિલકત ૧,૩૨,૮૩,૫૮૩

આંતરિક રાજકારણ

અગાઉ ભાજપમાંથી ચૂંટણી જીતેલા છે. ત્યારબાદ બળવો કરીને ઉમેદવારી નોંધાવી ત્યારે હારેલા પણ છે. સ્થાનિક રાજકારણમાં એગ્રેસીવ છાપ ધરાવે છે. પરંતુ આખાબોલા હોવાથી કેટલાક પોતાના જ કાર્યકરો રીસાઇને બેઠા છે. થોડા સમય અગાઉ નગરપાલિકામાં ચીફ ઓફિસરને માર માર્યાની ફરિયાદમાં આ નેતા હોવાથી બાલાસિનોર સીટીમાંથી ઘણા મત કપાય તેવી શક્યતા છે.

માનસિંહ ચૌહાણ

મિલકત ૧,૫૧,૨૭,૯૦૧

આંતરિક રાજકારણ

રાજ્યના માજી મંત્રી છે અને ચાર ચૂંટણી જીતેલા છે. પરંતુ સ્થાનિક સંગઠન પર મજબૂત પકડ નથી. ક્ષત્રિયોના વોટ વધારે હોવા છતાં ગત્‌ ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી બ્રાહ્મણ ઉમેદવારે મોટી સંખ્યામાં મતો કાઢ્‌યા હતા. આથી જ્ઞાતિ ફેક્ટર ઝાઝુ અસરદાર રહેતું નથી.

પ્રદીપસિંહ ઠાકોર

મિલકત -

આંતરિક રાજકારણ

આ ઉમેદવાર નવા, અને રાજકારણમાં ઓછા જાણીતા છે. તેઓનું ચિત્ર સ્પર્ધાત્મક કક્ષાનું નથી.


Winner

અજીત ચૌહાણ (Congress)

Votes: 84620

Loser

માનસિંહ ચૌહાણ (BJP)

Votes: 74018

Lead

Margin: 10602

Winner

માનસિંહ ચૌહાણ (INC)

Votes: 87088

Loser

રાજેશભાઇ પાઠક (BJP)

Votes: 69917

Lead

Margin: 17171

Winner

માનસંિહ ચૌહાણ

Votes: 49331

Loser

રાજેશ પાઠક (અપક્ષ)

Votes: 33547

Lead

Margin: 15784

Winner

રાજેશ પાઠક

Votes: 55416

Loser

માનસંિહ ચૌહાણ

Votes: 50042

Lead

Margin: 5374


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

જ્ઞાતિવાદી સમીકરણો

આ મતવિસ્તારમાં સામાન્ય મતદારોની સંખ્યા ૫૧૬૫૪ જ્યારે મુસ્લિમ મતદારની સંખ્યા ૩૧૮૯૫, ઓબીસી અને એસઇબીસી મતદારોની સંખ્યા ૧,૪૫,૮૮૭, આદિવાસી ૩૬૯૨ અને અન્ય દલિત વર્ગોની સંખ્યા ૧૯૯૫૫ રહી છે.

કુલ મતદાર કેન્દ્રો

મતદાર કેન્દ્રની કુલ સંખ્યા ૩૫૨ છે. આ મતવિસ્તારમાં કુલ મતદાર ૨૫૭૮૩૨ છે. ગઇ ચૂંટણીમાં ૨૩૫૪૫૯ મતદાર હતા. તેમાં ૨૧૮૦૩ મતદાર વધ્યા છે. નવા સીમાંકનની અસર બાલાશિનોર મતવિસ્તારમાં વીરપુર અને બાલાશિનોર તાલુકાના ગામો અને બાલાશિનોર નગર સમાવિષ્ટ છે. નવા સીમાંકનમાં કઠલાલ તાલુકાના ૧૯ અને કપડવંજના ૩૮ ગામોનો વધારો કરાયો છે.

મતદારોનો ઝોક

આ મતવિસ્તારમાં પક્ષો તરફ મતદારોનો કોઇ ઝોક નથી. ઉમેદવાર પ્રત્યે નિષ્ઠા ધરાવતા મતદારોનું મતદાન નિર્ણાયક ઠરતુ આવે છે. છેલ્લી પાંચ પૈકીની ચાર ચૂંટણીમાં ચૂંટાઇ આવેલા ચૌહાણ માનસિંહ એક વાર ભાજપમાંથી બે વાર કોંગ્રેસમાંથી અને એક વાર આરજેપીમાંથી ચૂંટણી લડી વિજેતા નીવડયા છે. વળી લગભગ દરેક વખતે ૫૦ ટકા જેટલા મત મેળવી રહ્યા છે. બહુમતી  ઓબીસી મતદારો જે તરફ ઢળે ત્યાં વિજય નક્કી થઇ જાય છે.

મતવિસ્તારની સમસ્યા

આ વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી. છાત્રોને તેથી લુણાવાડા કે અમદાવાદ જવું પડે છે. મુખ્ય વ્યવસાય ખેતી છે, છતાં સિંચાઇની યોગ્ય વ્યવસ્થા થતી નથી. જીઆઇડીસી નાખવામાં આવે તો બેકારીનો પ્રશ્ન હળવો થઇ શકે તેમ છે. રૈયોલી ડાયનાસોર પાર્કને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો પ્રવાસન પ્રવૃતિથી સ્થાનિક લોકોને રોજી મળતી થશે.

બાલાસિનોર- ૧૨૧

કોની સામે કોણ ટકરાશે?
 
ભાજપ કોંગ્રેસ
માનસિંહ ચૌહાણ અજીત ચૌહાણ