Election Banner

Bharuch

બેઠક નો ચિતાર

153 - ભરૂચ વિધાનસભા 

મત વિસ્તાર
 
ભરૃચ બેઠકના વિસ્તારમાં ભોલાવ, મકતમપુર, ઝાડેશ્વર, અંકલેશ્વર તાલુકાના છાપરા, કાંસિયા, માંડવા, નૌગામ, સામોર ,મોતાલી, અમૃતપરા, ઉછાલી, દ્રઢાલ, જીતાલી, પીપરોડ, અડાદર, પારડીનો ખા, સેંગપોર અને અંદાડાનો સમાવેશ થાય છે.
 
ભરૃચ બેઠકનું 2012નું પરિણામ
 
2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભરૃચ પાલિકાના સભ્ય દુષ્યંતભાઇ પટેલને ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા તો સામે પક્ષે કોંગ્રેસે છેલ્લી ઘડીએ સંદીપ માંગરોલાને ઉતાર્યા. એ ઉપરાંત જનતાદળ (યુ), બીએસપી, જીપીપી સહિત કુલ 11 ઉમેદવાર ચૂંટણી જંગમાં હતા.
 
ચૂંટણીમાં 72.80 ટકાનું જંગી મતદાન નોંધાયું હતું. જેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને થયો હતો. તેઓને 92,219 મત એટલે કે 59.50 ટકા મત સાથે વિજય મળ્યો હતો. કોંગરેસના સંદીપ માંગરોલા 35.50 ટકા મત એટલે કે 55,029 મત મેળવી બીજા સ્થાને રહ્યા હતા. બાકીના તમામે ડિપોઝિટ ગુમાવી દીધી હતી. દુષ્યંતભાઇ પટેલ સતત બીજી વખત વિજેતા નીવડયા હતા. તેમણે 37190 મતની સરસાઇ મેળવી હતી.
 
છેલ્લી પાંચ ચૂંટણીનો ઇતિહાસ
 
- ભરૃચ બેઠક ઉપર 1990 થી સતત છ ચૂંટણીમાં ભાજપનો દબદબો કાયમ રહ્યો છે. 1990માં ભાજપે  સૌ પ્રથમવાર વિજય મેળવ્યો હતો. જેમાં ભાજપના બિપિનભાઇ શાહે કોંગ્રેસના ઇશ્વરભાઈ પટેલને 21,888 મતે પરાજીત કર્યા હતા.
 
- 1995માં ફરી એક વાર ભજાપના બિપિનભાઇ શાહે કોંગ્રેસના જયેશભાઇ પટેલને 21,527 મતથી પરાજય આપી બેઠક જાળવી રાખી હતી.
 
- 1998માં સતત ત્રીજીવાર ભરૃચ બેઠક પરથી બિપિનભાઇ શાહને ભાજપે ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે જયેશભાઇ પટેલને ફરીથી ઉતાર્યા હતા. જો કે, આ વેળા રાજયમાં મહંમદ ફાંસીવાળાએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવતા ત્રિપાંખી જંગ જામ્યો હતો. જેમાં બિપિનભાઇ શાહની સરસાઇ ઘટીને 8321 થઇ હતી. તેમણે ત્રીજી વાર બેઠક ભાજપમાં જાળવી રાખતા તેઓ પ્રધાન મંડળમાં રાજયકક્ષાના શિક્ષણ  પ્રધાન બન્યા હતા.
 
- ગોધરા કાંડ પરથી 2002માં યોજાયેલી ચૂંટણીમાં 70.૪7 ટકાના જંગી મતદાન થયું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા રમેશભાઇ મિસ્ત્રીને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારતા કોંગ્રેસના જયેશ પટેલને તેમણે 11003 મતથી પરાજય આપ્યો હતો.
 
- તે પછી 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે દુષ્યંતભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે તેમની સામે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલીને સંદીપ માંગરોળાને તેમની સામે જંગમાં ઉતારતા 72.80 ટકાના જંગી મતદાનમાં દુષ્યંતભાઇ પટેલને 59.50 ટકા એટલે કે 92,219 મત અને સંદીપ માંગરોલાને 35.50 ટકાએટલે કે 55029 મત મળતા દુષ્યંતભાઇએ પોતાની સરસાઇમાં વધારો કરી 37190 મતના તફાવતથી વિજય મેળવ્યો હતો.
બાકીના નવ ઉમેદવારે પોતાની ડિપોઝિટ ગુમાવી દીધી હતી.
 
વર્તમાન ઉમેદવારો
ભાજપના ઉમેદવારઃદુષ્યંતભાઈ રજનીકાંત પટેલ
કોંગ્રેસના હંગામી ઉમેદવારઃકિરણ મનહરલાલ ઠાકોર(અન્યને ટિકીટ ફાળવાય તેવી શક્યતા)

 

દુષ્યંત પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

જયેશ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

 

દુષ્યંત પટેલ

મિલકત ૧૭,૩૬૦,૧૮૭

આંતરિક રાજકારણ

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર દુષ્યંત પટેલે પક્ષમાં આંતરિક જુથબંધીના ફેકટરને સંભાળવાનું છે. પક્ષમાં ચાર જુથ એકબીજાને કાપવા પ્રયાસશીલ છે. આ મડાગાંઠ ત્રણ વર્ષ જુની છે. જો કે સામે કોંગ્રેસમાં પ્રબળ પ્રતિસ્પર્ધી જયેશ પટેલનું નામ કપાતા ભાજપને રાહત થઇ છે. ભાજપને પક્ષમાં યા દવાસ્થળીની અસર ઓછી થશે.

સુરજીતસિંહ

મિલકત ૨૮,૨૦૬,૫૦૦

આંતરિક રાજકારણ

કોંગ્રેસમાં મજબુત દાવેદાર જયેશ પટેલનું નામ કાપી આયાતી સંદિપ માંગરોલાને ટીકીટ મળતા ભારે વિરોધ છે. જયેશ પટેલ અને સંદિપ માંગરોલાના ટેકેદારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આમ સંદિપ માંગરોલાને ભુગોળનું અજ્ઞાન, વિપરિતિ ઇતિહાસ અને કાર્યક્રોની નિષ્ક્રિયતા નડે તેમ જણાય છે.


Winner

દુષ્યંત પટેલ (BJP)

Votes: 99699

Loser

જયેશ પટેલ (Congress)

Votes: 66600

Lead

Margin: 33099

Winner

દુષ્યંત પટેલ (BJP)

Votes: 92219

Loser

સુરજીતસિંહ (INC)

Votes: 55029

Lead

Margin: 37190

Winner

દુષ્યંત પટેલ

Votes: 73241

Loser

અરુણસંિહ રાણા

Votes: 64877

Lead

Margin: 8364

Winner

રમેશ મિસ્ત્રી

Votes: 80573

Loser

જયેશ પટેલ

Votes: 69570

Lead

Margin: 11003

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં પ્રભાવ
ભરૃચ વિધાનસભામાં સમાવિષ્ટ ભરૃચશહેર ઉપરાંત ભોલાવ, અંકલેશ્વર તાલુકાના છાપરા, કાંસિયા, અંદાડા વિગેરે ગામોમાં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે.
ભરૃચ શહેરના પશ્ચિમ વિસ્તાર, મકતમપુર અને ઝાડેશ્વર, અંકલેશ્વરના કેટલાક ગામોમાં કોંગ્રેસનું જોર જોવા મળતું રહ્યું છે.
આમ છતાં બેઠક ઉપર છેલ્લી છ ચૂંટણીમાં ભાજપ વિજેતા થતો રહ્યો છે.
 
જ્ઞાતિવાદી સમીકરણ
ભરૃચ બેઠક ઉપર પાટીદાર, મોઢઘાંચી, માછીમતદારોની સામે મુસ્લિમ મતદારોની સંખ્યા 25 ટકાથી વધુ રહી છે. આદિવાસી મતદારોની સંખ્યા 11.75 ટકા જેટલી છે. પરંતુ, ઓબીસી મતદારોનો ભાજપ તરફી ઝોક ભાજપની જીતનો મુખ્ય આધાર રહ્યો છે. શહેરી વિસ્તારમાં ભાજપની પકડ હોવાથી તે ભાજપના વિજયનુ મુખ્ય પરિબળ થતું રહ્યું છે.
 
મતદારોનો ઝોક
ભરૃચ બેઠક ઉપર ભાજપની જીતની સરસાઇ સતત વધતી રહી છે, છેલ્લી ચૂંટણીમાં 37,190 મતની સરસાઇ મેળવી હતી. પટેલ, ઓબીસી મતદારો ભાજપ તરફી ઝોક ધરાવે છે. પાટીદાર કે ઓબીસી મતદારો ઉપર આંદોલનની અસર નહીવત જણાઇ રહી છે.
 
વિજયના પરિબળો
ભાજપના ઉમેદવાર અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તેમજ નગરપાલિકાના સભ્ય હતા. તેઓ ભરૃચ બેઠક પરતી બીજી વાર ચૂંટાઈ આવ્યા હતા. શહેરઅને ગામડાના રસ્તાઓ અંગે તેમની રજૂઆત, વિકાસકામો માટે ગ્રાંટના ફાળવણી ઉપરાંત તેમની સ્વચ્છ છબી મુખ્ય પરિબળો હતા. ભાજપના ચડતા સિતારાનો પણ મતદારો પર પ્રભાવ પડયો હતો.
 
પરાજયના પરિબળો
કોંગ્રેસે ઉમેદવારી નોંધાવવાના બે દિવસ પૂર્વે જયેશ પટેલની બાદબાકી કરી સંદીપ માંગરોલાની નામની જાહેરાત કરતા ઉમેદવાર માટે મતદારો સુધી પહોંચી પોતાની કામગીરી અને ઓળક પ્રસ્થાપિત કરવાનો પૂરતો સમય ન હતો, વળી બાદબાકી થયેલા ઉમેદવારોના સમર્થકોની નારાજગીએ પણ ભાગ ભજવી પરાજય નિશ્ચિત કરી દીધો હતો.
 
ચૂંટણીના મુદ્દાઓ પર મતદારોની પ્રતિક્રિયા
નોટબંધી અને જીએસટી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓની અસર ભરૃચ બેઠક વિસ્તામરાં પમ રહી છે, જોકે, એને લઇ ભાજપ પ્રત્યે સમર્પિત મતદારો તેને બદલે કોંગ્રેસ ઉપર પસંદગી ઉતારે તેમાં માનવું વધુ પડતું છે.
 
ગુજરાતની વિકાસની ટીકા-ટીપ્પણી
ગુજરાતના વિકાસની ટીકાઓની મતદારો વિસ્તારમાં જરૃર પડી છે. પણ, કેબલબ્રિજ, ફેરીસર્વિસ, ફલાયઓવર બ્રિજ, ભરૃચના તમામ પ્રવેશદ્વારે પહોળા રોડ તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વિગેરે મુદ્દાઓ ટીકાઓ સામે પલ્લુ ભાજપ તરફ નમાવી દેશે તેથી ભાજપનો હાથ ઉપર રહેશે.