Election Banner

Himatnagar

બેઠક નો ચિતાર

27 - હિમ્મતનગર વિધાનસભા

ગુજરાત વિધાનસભાની સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર વિધાનસભા બેઠક જીલ્લાના રાજકીય રીતે અતિ મહત્વની બેઠક છે. હિંમતનગર વિધાનસભા બેઠકમાં કુલ ૧૩૨ ગામોનો સમાંવેશ થાય છે. આ બેઠકમાં હિંમતનગર તાલુકા ઉપરાંતમાં ભિલોડા અને તલોદ તાલુકાના કેટલાંક ગામોનો સમાવેશ થાય છે.

આ બેઠક પર કુલ ૨,૩૩,૩૮૬ મતદારો છે. જેમાં ૧,૨૦,૫૧૩ પુરુષ મતદારો અને ૧,૧૨,૮૭૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ ૩૦૮ બુથ આવેલા છે.

ક્ષત્રિય અને સવર્ણ મતદારો પ્રભાવી જોવા મળે છે. તેવા સમયે આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે બેઠક મેળવવા માટે ભારે રસાકસી જોવા મળશે.

 

રાજેન્દ્રકુમાર ચાવડા

મિલકત -

આંતરિક રાજકારણ

આયાતી ધારાસભ્ય

કમલેશ પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

 

પ્રફુલ્લ પટેલ

મિલકત ૯ કરોડ

આંતરિક રાજકારણ

વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હોવાથી ૨૦૧૨માં પણ ભાજપને આ સીટ મળે તે માટે વર્તમાન ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. જોકે પ્રફુલ્લ પટેલ સામે થોડો અસંતોષ જણાઈ રહ્યો છે પરંતુ અંતે પક્ષના મોવડી મંડળે તેમને જ ઉમેદવાર બનાવ્યા છે.

રાજેન્દ્રસિંહ ચાવડા

મિલકત ૬.૯૬ કરોડ

આંતરિક રાજકારણ

૨૦૦૨ અને ૨૦૦૭માં કોંગ્રેસને આ બેઠક પર મળેલા પરાજય બાદ આ વખતે કોઈ પણ રીતે હિંમતનગરની બેઠક કબજે કરવા પક્ષ તરફથી ક્ષત્રિય મતદારોને ધ્યાનમાં રાખીને રાજેન્દ્રસિંહ ચાવડાને ટિકિટ ફાળવી છે. તે જોતાં પક્ષમાં થોડો કચવાટ પણ છે પરંતુ સતત બે વખત મળેલા પરાજય બાદ કોંગ્રેસ આ વખતે વિજયનો સ્વાદ ચાખવા આતુર છે.

ભીમસિંહ ચૌહાણ

મિલકત ૨૫.૬૩ લાખ

આંતરિક રાજકારણ

રાજ્યના વર્તમાન ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલનો ગઢ ગણાતી આ બેઠક પર જીપીપીના ભીમસંિહ ચૌહાણે તેમની ઉમેદવારી નોંધાવી છે. પરંતુ કોંગ્રેસ અને ભાજપની સરખામણીમાં તેમને કોઈ વિશેષ સફળતા મળે તેમ લાગતું નથી.


Winner

રાજેન્દ્રકુમાર ચાવડા (BJP)

Votes: 94340

Loser

કમલેશ પટેલ (Congress)

Votes: 92628

Lead

Margin: 1712

Winner

રાજેન્દ્રસિંહ ચાવડા (INC)

Votes: 85008

Loser

પ્રફુલ્લ પટેલ (BJP)

Votes: 72652

Lead

Margin: 12356

Winner

પ્રફુલ્લ પટેલ

Votes: 66221

Loser

સી.કે. પટેલ

Votes: 57519

Lead

Margin: 8702

Winner

રણજીતસંિહ ચાવડા

Votes: 67550

Loser

ભરતસંિહ રહેવર

Votes: 44936

Lead

Margin: 22614


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક પરની અત્યાર સુધીના ચુંટણી પરિણામો

-  વર્ષ ૨૦૧૪માં પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા લોકસભા ચુંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા. તેથી પેટા ચુંટણીમાં ભાજપમાંથી ટીકીટ આપવામાં આવી હતી. જેમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર ડો. વિપુલ પટેલને ૧. ૫૧ ટકા મતથી હરાવીને આ બેઠક જીતી હતી.

- આ બેઠક પર વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ કોંગ્રેસમાંથી ચુંટણી લડીને ભાજપના પ્રફુલ્લ પટેલને ૭.૦૭ ટકા મતથી હરાવ્યા હતા. જયારે વર્ષ ૨૦૦૭માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રફુલ્લ પટેલ વિજયી બન્યાં હતા.આમ, આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે અતિ મહત્વની બેઠક છે.

વર્ષ 2012માં હિંમતનગર વિધાનસભા બેઠકોમાં કેટલા મતદારો હતા

મહિલા મતદારો 1,04,860
પુરુષ મતદારો 1,13,264
કુલ મતદારો 2,18,124
મતદારની ટકાવારી 88.65