બેઠક નો ચિતાર
81 - ખંભાળિયા વિધાનસભા
૧૯૭૨થી ૧૯૯૫ સુધીની છ ચુંટણીમાં બેઠક ઉપર આહિર ઉમેદવારો વિજયી રહ્યાં છે. અને સતવારા, રબારી, ક્ષત્રીય, લુહાણા, મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો છે. તેમજ આહિર, મુસ્લિમ, એસ.સી. એસટી મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી રહ્યો છે.
ઉપરાંત આહિર, કોળી, અન્ય મતદારોનું વિભાજન થયું છે. જે બન્ને પક્ષ તરફ ઝોક ધરાવે છે. અને વાણીયા, બ્રાહ્મણ અને અન્ય મતદારો ભાજપ તરફી ઝોક જોવા મળ્યો છે. ઉપરાંત આહિર જ્ઞાતિનાં ૪૫ હજાર મતદારોનો ઝોક ભાજપ કોંગ્રેસ બંન્નેમાં રહ્યો છે.
મિલકત ---
આંતરિક રાજકારણ
મિલકત ---
આંતરિક રાજકારણ
Votes: 79779
Votes: 68733
Margin: 11046
૨૦૦૭માં ભાજપના મેઘજીભાઈએ કોંગ્રેસનાં રણમલભાઈ વારોતરીયાને ૮૦૧ મતેથી પરાજય કર્યા હતાં. અગાઉ ૧૯૯૦માં કોંગ્રેસનાં રણમલભાઈએ ભાજપનાં તન્ના જગજીવનદાસને ૧૦,૧૬૫ મતે અને ૧૯૯૫ માં ભાજપના ગોરીયા જેસાભાઈએ રણમલભાઈને ૧,૧૬૦ મતે તેમજ ૧૯૯૮ માં ભાજપના ચાવડા કારૂભાઈ એ.ડો. સાજણભાઈને ૧૧,૨૧૭ મતે અને ૨૦૦૨માં ચાવડા કારૂભાઈ એ કોંગ્રેસનાં રણમલભાઈ ને ૧,૮૭૩ મતે હરાવ્યાં હતાં. આમ છેલ્લી ચાર ચુંટણીમાં ભાજપે આ બેઠક જાળવી રાખી છે. અને ત્રણ ચુંટણીથી માર્જીન ઘટતો રહ્યો છે.
વર્ષ 2017માં ખંભાળિયા વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો
મહિલા મતદાર | 1,27,204 |
પુરૂષ મતદાર | 1,37,130 |
અન્ય | 5 |
કુલ મતદારો | 2,64,339 |