Election Banner

Morbi

બેઠક નો ચિતાર

65 - મોરબી વિધાનસભા

65 - મોરબી વિધાનસભા બેઠક ઉપર છેલ્લી પાંચ ટર્મથી એટલે કે ૨૨ વર્ષથી ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ચૂંટાતા આવ્યા છે. ૨૦૧૨માં તેમને ૭૭૩૬૮ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને ૭૪૬૨૬ મત મળ્યા હતા અને ધારાસભ્ય અમૃતિયાએ માત્ર ૨૭૦૦ જેટલી નજીવી સરસાઈથી જીત મેળવી હતી. આ બેઠક ઉપર પાટીદારોનો દબદબો હોવાથી આંદોલનની અસર જોવા મળી શકે છે. આ બેઠક ઉપર બન્ને પક્ષના ઉમેદવાર પણ પાટીદાર હોવાથી રસપ્રદ જંગ જામી શકે છે.

 

કાંતિભાઇ અમૃતિયા

મિલકત ---

આંતરિક રાજકારણ

બ્રિજેશ મેરજા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

કાંતિભાઈ અમૃતિયા

મિલકત રૂ. ૩.૦૨ કરોડ

આંતરિક રાજકારણ

મોરબીનાં પૂર્વ સુધરાઈ સભ્ય પ્રકાશ રવેશીયાની હત્યા કેસમાં તેમની સંડોવણીનો આરોપી હતો. તે પ્રકરણમાં ગોંડલ સેશન્સ કોર્ટે તેમને જન્મ ટીપની સજા કરતા ત્રણેક વર્ષ તેઓએ સાબરમતી જેલમાં સજા કાપી હતી. બાદમાં હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતાં.

બ્રિજેશ મેરજા

મિલકત રૂ. ૨૯.૯૪ લાખ

આંતરિક રાજકારણ

ટંકારા પડધરીની બેઠક પરથી ગત ચૂંટણીમાં હાર્યા બાદ મોરબીમાંથી આ વખતે ઉમેદવારી નોંધાવી છે. પરિણામે પક્ષનું એકાદ જૂથ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મનોજ પનારા

મિલકત રૂ. ૩.૩૨ લાખ

આંતરિક રાજકારણ

નવો ચહેરો છે. હાલ સુધી મોટો વિવાદ જોડાયેલો નથી.


Winner

બ્રિજેશ મેરજા (Congress)

Votes: 89396

Loser

કાંતિભાઇ અમૃતિયા (BJP)

Votes: 85977

Lead

Margin: 3419

Winner

કાંતિભાઈ અમૃતિયા (BJP)

Votes: 77386

Loser

બ્રિજેશ મેરજા (INC)

Votes: 74626

Lead

Margin: 2760

Winner

કાંતિલાલ અમૃતિયા

Votes: 75313

Loser

જયંતિલાલ પટેલ

Votes: 52792

Lead

Margin: 22521


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

મોરબી જિલ્લાની  મોરબી વિધાનસભા બેઠક પરના ચુંટણી પરિણામ

- વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ આ બેઠક પર જીત મેળવી હતી.

- કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 1.71 ટકાની સરસાઈથી હાર્યા હતા.  

- વર્ષ 2007માં પણ આ બેઠક ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ 22,521 મતોથી જીતી હતી.

- કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ હાર્યા હતા.

-  આ બેઠક પર સતત પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા જીતતા આવ્યા છે.

વર્ષ 2017માં મોરબી વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,21,061
પુરૂષ મતદાર 1,33,805
અન્ય 2
કુલ મતદારો 2,54,868