Election Banner

Shehra

બેઠક નો ચિતાર

124 - શહેરા વિધાનસભા

૨૦૧૨નું પરિણામ :-

સને ૨૦૧૨માં ખેલાયેલા બહુપાંખી  ચૂંટણી જંગમાં ભાજપમાંથી તત્કાલીન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ૭૬૪૬૮ મત મેળવી કોંગ્રેસનાં તખતસિંહ ચૌહાણને ૪૭૭૪૩ મત મળતાં ૨૮૭૨૫ મતના તફાવતથી પરાજય આપ્યો હતો.

આંતરિક રાજકારણ :-

શહેરાનું રાજકારણ વ્યક્તિ લક્ષી બની ગયું છે. વર્તમાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષમાંથી ૧૯૯૮માં ચૂંટણી લડયા હતા. પરિણામ આવ્યા પછી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તે પછી સતત તેઓ ચૂંટણી જીતતા આવ્યા છે. આ વળા આ બેઠક પર ક્ષત્રિયોની બહુમતી હોઈ બારીયા ક્ષત્રિય સમાજે ક્ષત્રિયને ટિકિટ આપવા માંગણી કરી છે. ભાજપે માગણી નહી સ્વીકારતાં સતત જીતતા આવેલા જેઠાભાઈ ભરવાડ ઉપર પસંદગી ઉતારતાં ક્ષત્રિયોમાં નારાજગી ફેલાઈ છે. આથી ભાજપ તરફી મતદારોમાં ભાગલા પડવા સંભવ છે.

છેલ્લી ચાર ચૂંટણીના પરિણામ :-

સને ૧૯૯૮માં ખેલાયેલા ત્રિપાંખી ચૂંટણી જંગમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડે ૪૧,૯૯૮ મત મેળવ્યા હતા. તેમની સામે ભાજપના ભૂપેન્દ્રસિંહ સોલંકીને ૧૯૬૨૯ મત મળતાં તેમનો ૨૨,૩૬૯ મતના તફાવતથી પરાજય મળ્યો હતો. કોંગ્રેસના જસવંતસિંહ પરમાર ત્રીજાક્રમે રહ્યા હતા. ચૂંટણીના પરિણામ પછી ટૂંક સમયમાં જેઠાભાઈ ભરવાડ ભાજપમાં જોડાઈ ગયા હતા.

સને ૨૦૦૨માં તત્કાલીન ધારાસભ્ય ભાજપનાં જેઠાભાઈ ભરવાડે ૮૫,૬૬૮ મત મેળવી કોંગ્રેસના છત્રસિંહ સોલંકીને ૨૮,૬૦૪ મત મળતાં કુલ ૫૭૦૬૪ મતની સરસાઈથી પરાજય આપ્યો હતો. જે છત્રસિંહને મળેલા મતથી બમણી સંખ્યા છે.

સને.૨૦૦૭માં પણ તત્કાલીન ધારાસભ્ય, ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડે ૬૪૦૫૫ મત મેળવી કોંગ્રેસના ઉમેદવાર તખતસિંહ સોલંકીને ૪૫,૬૦૨ મત મળતા તેમને કુલ ૧૮૪૫૦ મતની સરસાઇથી હરાવ્યા હતા.

સને.૨૦૧૨માં પણ તત્કાલીન ધારાસભ્ય ભાજપના જેઠાભાઇ ભરવાડે ૭૬૪૬૮ મત મેળવી કોંગ્રેસના ઉમેદવાર તખતસિંહ સોલંકીને ૪૭૭૪૩ મત મળતા ૨૮૭૨૫ મતની સરસાઇથી પરાજય આપ્યો હતો.

 

જેઠાભાઇ આહીર

મિલકત ---

આંતરિક રાજકારણ

દુષ્યંતસિંહ એન ચૌહાણ

મિલકત --

આંતરિક રાજકારણ


Winner

જેઠાભાઇ આહીર (BJP)

Votes: 100383

Loser

દુષ્યંતસિંહ એન ચૌહાણ (Congress)

Votes: 59314

Lead

Margin: 41069


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

મતદાર સંખ્યા :-

સને ૨૦૧૨માં ૧૦૭૪૪૯ પુરૃષ અને ૯૮૬૫૧ સ્ત્રી મતદાર સાથે કુલ ૨,૦૬,૧૦૦ મતદાર નોંધાયા હતા. તેમાં ૨૬૩૩૦ નવા મતદાર ઉમેરાતાં સને ૨૦૧૭માં ૧,૨૦,૨૫૩ પુરૃષ અને ૧,૧૧,૯૯૭ સ્ત્રી મતદાર મળીને કુલ ૨,૩૨,૪૩૦ મતદાન મતદાન કરી શકશે.

મતકેન્દ્રો:

શહેરા મત વિસ્તાર માટે કુલ મત કેન્દ્રોની સંખ્યા ૨૭૦ છે.

મતવિસ્તારની સમસ્યાઓ

ખેડૂતોને ઉત્પાદનના પૂરતા યોગ્ય ભાવ મળતા થાય તેવું હજી સુધી ગોઠવી શકાયું નથી એ બાબતે ખેડુતવર્ગમાં ભારે નિરાશા છે. સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા છે.

વિકાસના કામોમાં વિલંબ અને ગેરરીતિઓ, વિકાસકામોની ફાળવણીમાં વહાલાદવલાની નીતિ વિગેરે કારણોસર વિકાસનાં પૂરતા ફળ લોકોને ચાખવા નહીં મળતા રોષ ફેલાયો છે.

શહેરા નગરમાં રોજગારીનો પ્રશ્ન વિકટ છે. રોજગારીની તકો ઓછી હોઇ હિજરત થઇ રહી છે. કોઇ મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવ્યા નથી. પીવાના પાણીની સમસ્યા વિકટ રહી છે, જેનો કોઇ ઉકેલ આવતો નથી.

વિવિધ મુદ્દાઓનો મતદારો પર પ્રભાવ

નોટબંધી અને જીએસટી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે મતદારોમાં કોઇ ખાસ પ્રતિભાવ નથી. જીએસટી વિશે સમજ પડતી નહીં હોવાથી તેના વિશે સામાન્યજનોમાં પ્રતિભાવ પણ મળતો નથી.

ગુજરાતના વિકાસનો મુદ્દો

નર્મદા નહેર, રસ્તાઓ, વીજસુવિધા વિગેરે વિકાસ મતદારો જોઇ રહ્યા છે ત્યારે તેનો વિરોધ કરતી ટીકાઓથી મતદારો પર કોઇ પ્રભાવ પડતો નથી, પણ સખત રોષ ચડતો હોવાનું જણાઇ રહ્યુ છે.