Election Banner

Somnath

બેઠક નો ચિતાર

90 - સોમનાથ વિધાનસભા
 
ભાજપને આ બેઠક માત્ર ત્રણેક વખત જીતી છે. મોટાભાગે કોંગ્રેસી ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય જસાભાઈ બારડ પણ અગાઉ બે વખત કોંગ્રેસની ટિકિટ ઉપર જીતી ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જસાભાઈને વિજય મળ્યો હતો.
 
આ ચૂંટણીમાં ભાજપે સીટિંગ ધારાસભ્ય જસાભાઈને રિપીટ કર્યા છે. સામે કોંગ્રેસે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કોળી સમાજના યુવા આગેવાન વિમલભાઈ ચુડાસમાને ટિકિટ આપી છે. સોમનાથની બેઠક ઉપર કોંગ્રેસની મતબેંક બહુ મજબૂત ગણાય છે. કોળી સમાજના લગભગ ૩૫ હજાર મતદારો છે અને મુસ્લિમ મતદારોની સંખ્યા પણ ૪૦ હજાર જેટલી છે. દલિત સમાજના મતો ૧૫-૧૭ હજાર મતો તેમ જ ખારવા સમાજના ૧૮ હજાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે.
 
જસાભાઈ કારડિયા રાજપૂત સમાજના ઉમેદવાર છે અને કારડિયા રાજપૂત સમાજના મતદારો ૧૫ હજાર જેટલાં છે. બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો, કોંગ્રેસનું જ્ઞાતિનું સમીકરણ અને ભાજપના અસંતુષ્ટો નેતાઓની નિષ્ક્રિયતાએ બેઠકના ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે.

 

જસાભાઇ બારડ

મિલકત ---

આંતરિક રાજકારણ

વિમલભાઈ ચુડાસમા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

રાજસી જોટવા

મિલકત ૭૮.૦૭ લાખ

આંતરિક રાજકારણ

ભાજપના ઉમેદવાર રાજશી જોટવા સામે ઉગ્ર વિરોધ.ભાજપમાં ત્રણ જુથ પડી ગયા છે. નગરપાલીકાના પ્રમુખ રવિભાઇ ગોહિલ વિરોધ દર્શાવવા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ અગ્રણી જગમાલભાઇ વાળા પણ વિરોધમાં છે.ગઇ ચૂંટણીમાં ચૂંટાયા બાદ વિકાસમાં ઘ્યાન આપ્યું નથી. રામનવમીનો

જસાભાઈ બારડ

મિલકત ૯ કરોડ

આંતરિક રાજકારણ

કોંગ્રેસના ઉમેદવાર જસાભાઇ બારડ સામે સ્થાનિક કાર્યકરોનો વિરોધ નથી. પરંતુ તાલાલાની બેઠક લડત જશુભાઇ બારડનું અહી તાલાલા બેઠકમાં જે કાર્યકરોનું જૂથ કાર્યરત છે તે જશાભાઇની વિરૂઘ્ધ છે. મુસ્લિમ સમાજનું એક જુથ વિરોધમાં છે. ભાજપના રાજશી જોટવા અને જશુભાઇ બારડ આ


Winner

વિમલભાઈ ચુડાસમા (Congress)

Votes: 94914

Loser

જસાભાઇ બારડ (BJP)

Votes: 74464

Lead

Margin: 20450

Winner

જસાભાઈ બારડ (INC)

Votes: 56701

Loser

રાજસી જોટવા (BJP)

Votes: 54605

Lead

Margin: 2096

Winner

રાજશી જોટવા

Votes: 61233

Loser

જશાભાઇ બારડ

Votes: 56004

Lead

Margin: 5229

Winner

જસાભાઇ બારડ

Votes: 51207

Loser

ચુનીભાઇ ગોહિલ

Votes: 43845

Lead

Margin: 7362

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સોમનાથ વિધાનસભા બેઠકમાં વેરાવળ ભીડીયા સોમનાથ સિહત 48 ગામડાઓ આવે છે 2012ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રાજશીભાઇ જોટવાની સામે કોંગ્રેસના જશાભાઇ બારડ 2200 જેટલા મતથી જીત્યા હતા તે વખતે અપક્ષ ઉમેદવારોએ 30 હજાર મત મેળવી ભાજપને હાર બતાવી હતી. ત્યાર બાદ લોકભાની ચુંટણીમાં કોંગ્રેસના જશાભાઇ બારડ ભાજપમાં બળી ગયા હતા અને 30 હજારથી વધુ મતોએ જીત્યા હતા.

2017ની ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં સોમનાથ વિધાનસભામાં 2,34,785 મતદારો છે જેમાં મુખ્ય ખારવા, કોળી, મુસ્લીમ, કારડીયા, આહીર, દલિત મતદારો વધારે છે. 
 
આ વખતે કોંગ્રેસનો જુવાળ વધારે હોવાથી આ બેઠક ભાજપ માટે જીતવી અધરી થઇ પડી છે પણ ભાદપનું વર્ચસ્વ સોમનાથ બેઠક પર હોવાથી શહેરીજનોમાં સૌથી વધારે છે જેથી આ સમયે કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે.
 
સોમનાથની બેઠકમાં જ્ઞાતિનું સમીકરણ કોંગ્રેસની તરફેણમાં જવાની ઉજળી શક્યતા
વર્ષ 2017માં સોમનાથ વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો
મહિલા મતદાર 1,14,737
પુરૂષ મતદાર 1,20,048
અન્ય 0
કુલ મતદારો 2,34,785