Election Banner

Valsad

બેઠક નો ચિતાર

179 - વલસાડ વિધાનસભા

વલસાડમાં ૩૩ ટકા મત કોળી પટેલના છે અને કોળી સિવાય અન્ય બક્ષી પંચના મત ૩૪ ટકા છે. આ વર્ષે વર્તમાન ધારાસભ્યને કોળી સમાજના જ કેટલાક આગેવાનો નડી શકે એવી  પરિસ્થિતિ ઉભી થઇ છે. ભાજપ સાથે જોડાયેલા કોળી અગ્રણી ચેતન પટેલે બળવો કરી અપક્ષ દાવેદારી નોંધાવી છે.

ડુંગરીના ભાજપના પોકેટના મતોને ચેતન પટેલ નુકશાન પહોંચાડી  શકે છે. આ સિવાય ડુંગરીના અન્ય કોળી અગ્રણીઓ સાથે ભાજપે બેઠક કરી છે, પરંતુ તેમની નારાજગી ભાજપ માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસે ટંડેલ ઉમેદવાર મુકતાં કોળી પટેલના મતો ખેંચવા તેમના માટે મુશ્કેલ થઇ પડશે. જોકે, કાંઠા વિસ્તારના માછી સમાજના ભાજપના થોડા મતો કોંગ્રેસ જરૃર લઇ જાય એવી ગણતરી લગાવાઇ રહી છે. 

 

ભરતભાઇ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

નરેન્દ્ર ટંડેલ

મિલકત ---

આંતરિક રાજકારણ


Winner

ભરતભાઇ પટેલ (BJP)

Votes: 101736

Loser

નરેન્દ્ર ટંડેલ (Congress)

Votes: 58644

Lead

Margin: 43092

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૨૦૦૭ની છેલ્લી ચૂંટણીમાં ભાજપના દોલતભાઇ નાથુભાઇ દેસાઇ વિજેતા થયેલા તેમને ૬૮,૫૧૨ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ધર્મેશ ઉર્ફે ભોલા અંબેલાલ પટેલ ૫૪૧૫૬ મતો મળ્યા હતા. ભાજપના દોલતભાઇ દેસાઇ ૧૪૩૫૬ મતોએ વિજયી થયા હતા.

વલસાડની બેઠક વર્ષો પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતા હતો અને વલસાડ બેઠક ઉપરથી દોલતભાઇ દેસાઇ, બરજોરજી પારડીવાલા સહિતના અગ્રણીઓ જીતતા રહ્યા હતા પરંતુ કોંગ્રેસે દોલતભાઇ દેસાઇને કટ ટુ સાઇઝ કરીને બરજોરજી પારડીવાલાને ટીકીટ આપતા પરિસ્થિતી પલટાઇ ગઇ હતી. દોલતભાઇ દેસાઇએ અપક્ષમાં ચૂંટણી લડી નોધપાત્ર દેખાવ કર્યો હતો અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા અને સતત પાંચ ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે. આ ચૂંટણીમાં તેમણે નિવૃત્તિ જાહેર કરતાં ભાજપ વિકટ પરિસ્થિતિમાં મુકાયો છે અને આ બેઠક જાળવવા ઘણો સંઘર્ષ કરવો પડશે કાંઠા વિભાગ અને વલસાડ શહેર ભાજપનો ગઢ ગણાય છે. જેમાં કોંગ્રેસે કરેલો પગપેસારો ભાજપને ભારે થઇ શકે એમ છે.
 
 કોગ્રેસમાં જુથવાદ નથી. કોંગ્રેસ અગ્રણી ગૌરવભાઇ પંડયા સર્વેસર્વા છે. તેમના હુકમનો એકી અવાજે અમલ થાય છે. જ્યારે ભાજપ જુથબંધી વકરેલી છે તેમાં પણ દોલતભાઇ દેસાઇએ નિવૃત્તિ જાહેર કરતા જ એક સાથે ૩૪ ઉમેદવારોએ ટીકીટ માંગી પોતપોતાના જુથ બનાવી ટીકીટ મેળવવાના પ્રયત્નો આદરી દીધા છે. જિલ્લા ભાજપમાં પણ જુથબંધી છે જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોરભાઇ પટેલ સામે ઘણો અસંતોષ છે વલસાડ નગરપાલિકામાં ભાજપી સભ્યોએ બબ્બે વાર બળવો કર્યો હતો. જોકે ભાજપમાંથી બળવો કરી જીપીપીમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા નથી.
 
નવા સીમાંકન પ્રમાણે પારડી બેઠકના મગોદ, ભગોદ, ચણવઇ, મેહડુંગરી, દિવેદ, હરીયા, સુરવાડા, બીનવાડા જેવા કોંગ્રેસ તરફી ગામો વલસાડ બેઠકમાં આવ્યા છે જ્યારે ભાજપ તરફી ગોરગામ, સોનવાડા, તિધરા, ધનોરી, અંદરગોટા, અટગામ, કલવાડા, પીઠા, કોચવાડા જેવા ગામોનો ધરમપુર બેઠકમાં સમાવેશ થાય છે જેથી નવા સીમાંકન પ્રમાણે ભાજપને નુકશાન થશે જોકે વલસાડ બેઠકના ધરમપુર રોડ પરના ૨૪ ગામોમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે તે ગામો ધરમપુર બેઠકમાં જતાં કોંગ્રેસને પણ નુકશાન થશે પરંતુ સમગ્ર ચિતાર જોતા ભાજપને વધારે નુકશાન છે.