Election Banner

Vav

બેઠક નો ચિતાર

07 - વાવ વિધાનસભા

બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક વાવ છે. આ બેઠકમાં વાવ તાલુકા, ભાંભર તાલુકા અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ગામ કેશરગઠનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠકમાં કુલ ૨,૩૯,૨૭૫ મતદાર છે. જેમાં ૧,૨૬, ૬૯૬ પુરુષ મતદાર છે. જયારે ૧,૧૨,૫૭૯ મહિલા મતદાર છે. તેમજ ૨૮૧ પોલીંગ બુથ છે. નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના ૩૨ ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરચૌધરી, ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.

આ વિધાનસભા બેઠક પર યોજાયેલી વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોરને ૭ ટકા મતથી હરાવ્યા હતા. આ પૂર્વે વર્ષે ૨૦૦૭માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને ૨૭ ટકા મતથી હરાવ્યા હતા.

 

શંકરભાઈ ચૌધરી

મિલકત -

આંતરિક રાજકારણ

જેનીબેન ઠાકોર

મિલકત --

આંતરિક રાજકારણ

 

શંકરભાઈ ચૌધરી

મિલકત ૮૩૯૦૭૨૨

આંતરિક રાજકારણ

ચૌધરી, ક્ષત્રિયો, બ્રાહ્મણોની પ્રભુત્વવાળી આ બેઠક કોંગ્રેસ સમજુતીમાં એન.સી.પી.ને ફાળવતા કોંગ્રેસના કાર્યકરો નારાજ તથા રાધપુરની બેઠક સીમાંકનમાં ફેરફાર થતાં ત્યાં જીતવું મુશ્કેલ બનતા તેઓને આયાતી ઉમેદવાર તરીકે ત્યાં મુકાયા છે. સ્થાનિક ભાજપમાં નારાજગી, જ્ઞાાતિવાદ મહત્વનો ભાગ ભજવશે. બનાસકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન, બનાસ ડેરીમાં પુર્વ ડીરેક્ટર, મુખ્યમંત્રીના નજીકના મનાતા હોઈ રીપીટ કરાયા છે. ભાજપમાં કેવો જૂથવાદ છે ? હાલ તો જૂથવાદનું નામોનિશાન નથી. પરંતુ રાધનપુરનો મોટો વિસ્તાર આ વાવ સીટમાં ભળતા ભાજપના રાધનપુરના સિટીંગ ધારાસભ્ય શંકર ચૌધરીની નજર આ બેઠક ઉપર હોઈ સ્થાનિક અસંતોષ જાગે તેવું બને. નર્મદાની બ્રાન્ચ કેનાલ માલસણનું કામ અધૂરું છે અને બીજી ત્રણ બ્રાન્ચની કેનાલો ગઢસીસર, ઢીમા અને બજાપરના કામો હજી શરુ થયા નથી. જે વાસ્તવમાં ૨૦૧૧-૧૨માં પૂરા કરવાનો વાયદો થયો છે.

ગેનીબેન ઠાકોર

મિલકત ૨,૨૨,૩૭,૩૦

આંતરિક રાજકારણ

વાવમાં પરિવર્તન પાર્ટીનું નામોનિશાન નથી. કોંગ્રેસમાં ટિકિટ માટે આંતરિક ખેંચતાણમાં આ બેઠક સમજૂતીના ભાગરૃપે એનસીપીને ફાળવાય તેવું બને. વર્ણનાત્મક બાબતો ઃ કોંગ્રેસાં કેવો જૂથવાદ છે ? ભાજપની જેમ અત્યારે તો કોંગ્રેસમાં જૂથવાદ દેખાતો નથી પરંતુ ટિકિટ વહેંચણી પછી અસંતોષ જાગે તેવું બને છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોર માવજીભાઈ પટેલ અપક્ષ તરીકે લડેલા અને એમને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કરતા વધારે મતો મળેલા એટલે આ વખતની કોંગ્રેસની ટિકિટ માવજીભાઈ માગી રહ્યા છે જો એમને ટિકિટ અપાય તો સ્થાનિક ધોરણે અસંતોષ જાગી શકે.

અશોક ચૌધરી

મિલકત ૩૧.૨૦ લાખ

આંતરિક રાજકારણ

વાવ બેઠક પર આ વખતે શંકર ચૌધરી ચૂંટણી લડતા હોવાથી કોંગ્રેસ કે જીપીપીના ઉમેદવારને આ બેઠક પર વઘુ મહેનત કરવી પડે તેવું લાગે છે. જોકે જીપીપીની આ વિસ્તારમાં કોઈ વઘુ અસર દેખાતી નથી.


Winner

જેનીબેન ઠાકોર (Congress)

Votes: 102328

Loser

શંકરભાઈ ચૌધરી (BJP)

Votes: 95673

Lead

Margin: 6655

Winner

શંકરભાઈ ચૌધરી (BJP)

Votes: 72640

Loser

ગેનીબેન ઠાકોર (INC)

Votes: 60729

Lead

Margin: 11911

Winner

પરબતભાઇ પટેલ

Votes: 73230

Loser

માવજી છત્રાભાઇ (અપક્ષ)

Votes: 30521

Lead

Margin: 42709

Winner

હિમાજી રાજપૂત

Votes: 70228

Loser

પરબતભાઇ પટેલ

Votes: 58402

Lead

Margin: 11826


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો જણાશે આ બેઠક પર ઠાકોર ૨૭.૪ ટકા, ચૌધરી પટેલ ૧૬.૩ ટકા, દલિત ૧૧.૯ ટકા, બ્રાહ્મણ ૯.૧ ટકા અને રબારી ૯.૧ ટકા જાતિના મતદારો છે. આ બેઠક પર જાતિગત મતદારોને સંખ્યામાં જોઈએ તો દલિત ૨૭,૦૦૦, ચૌધરી ૪૦,૦૦૦ , મુસ્લિમ ૧૩,૫૦૦ , બ્રાહ્મણ ૧૫,૦૦૦, ઠાકોર ૪૧,૦૦૦ જૈન ૮,૦૦૦, રબારી ૧૭,૦૦૦ , દરબાર ૪૫,૦૦૦ જેટલા છે.

આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરીએ તો જણાશે કે બંને રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગી જાતીય ગણિતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.જેમાં ગત વિધાનસભા ચુંટણીમાં ભાજપે ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે મહિલા અને ઠાકોર જાતિના ઉમેદવારને ટીકીટ આપી હતી. તેવા સમયે આ વખતે રાજકીય પક્ષો કઈ જાતીના ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

વર્ષ ૨૦૧૨નું ચૂંટણી ચિત્ર

બેઠક

પક્ષ

ઉમેદવાર

  મત

વાવ

ભાજપ

શંકર ચૌધરી

72640

-

કોંગ્રેસ

ગેનીબેન ઠાકોર

60729