Election Banner

Vyara

બેઠક નો ચિતાર

171 - વ્યારા વિધાનસભા (અનુસુચિત જનજાતિ અનામત)

આદિવાસી મતોનું પ્રભુત્વ

આદિવાસી મતદારોમાં ચૌધરી અને ગામીતનું એક સરખુ પ્રભુત્વ છે. ઉપરાંત આદિવાસી બેલ્ટમાં સૌથી વધુ ખ્રિસ્તી મતદારોનો સમાવેશ થાય છે. ભાજપ આજદીન સુધી આ બેઠક જીતી શક્યું નથી. આ બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરી કોંગ્રેસના અપક્ષ ઉમેદવાર અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી સામે હારી ગયા હતા. ત્યારબાદ અમરસિંહ ઝેડ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર બનતા કોંગ્રેસના પ્રતાપ ગામીતે અપક્ષ ઉમેદવારી કરી હરાવ્યા હતા. ગામીત અને ચૌધરી વચ્ચેની ટક્કરમાં ભાજપ ગામીત ઉમેદવાર જ મુકતા હતા. આ વખતે ચૌધરી ઉમેદવારની પસંદગી કરી છે પરંતુ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અરવિંદ ચૌધરી સામે ભાજપમાં જ વિરોધ શરૃ થયો છે. ઉપરાંત આદિવાસી ખ્રિસ્તી જાતો કોંગ્રેસની જમા પાસુ છે જેને કારણે પંચાયતોની ચૂંટણી પણ ભાજપ જીતી શકતું નથી.

 

અરવિંદભાઇ ચૌધરી

મિલકત ---

આંતરિક રાજકારણ

પુનાભાઇ ગામીત

મિલકત ---

આંતરિક રાજકારણ

 

પ્રતાપ ગામીત

મિલકત ૩૨.૨૪ લાખ

આંતરિક રાજકારણ

ભાજપમાં સતત બે વખતથી હારતા પ્રતાપભાઇ ગામીતની પસંદગી થતા આગેવાનો અને કાર્યકરો નિરાશ થયા છે. ભાજપમાં જૂથવાદની લડાઇ કોઇ ચૂંટણીમાં શાંત થઇ નથી. ભાજપ માટે આ ચૂંટણીમાં વ્યારા નગરમાં જનકજૂથનું ભાજપમાં લલીનકરણ બાદ નગરપાલિકામાં ભાજપનું શાસન જમા પાસુ છે. ભાજપનાં આગેવાનો કોઇ નવો ચેહરો ઉતારીને વ્યારા બેઠક પર કોંગ્રેસને પરાસ્ત કરવાના મતના હતા પરંતુ ગત ચૂંટણીમાં હારેલા પ્રતાપભાઇને રીપીટ કરાતા કાર્યકરો હતાશ થયા છે.

પૂનાભાઇ ગામીત

મિલકત ૬૯.૭૬ લાખ

આંતરિક રાજકારણ

કોંગ્રેસના ધારાસભ્ય પુનાજીભાઇ ગામીતને સતત ત્રીજી ટર્મ માટે કોંગ્રેસે ટીકીટ આપતા એન્ટી ઇન્કમટન્સી નુકશાન કારક છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં પુનાજી ગામીતનો પક્ષમાંથી જ વિરોધ શરૂ થયો છે. વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ અરવંિદભાઇ ચૌધરી અને વ્યારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવંિદભાઇ ગામીતે અપક્ષ ઉમેદવારી કરીને વિરોધ જાહેર કર્યો છે. વ્યારા બેઠક પર કેન્દ્રીય રાજયમંત્રી ડો.તુષાર ચૌધરીની સીધી પકડ છે જે એકમાત્ર કોંગ્રેસની જીત માટે અગત્યનું જમા પાસુ છે. પુનાજીભાઇનો વિરોધ અનેક આગેવાનોએ કર્યો જેનો ભાજપ ફાયદો લેવા ઉત્સુક છે પરંતુ છેવટે તો કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીના વતન ક્ષેત્રમાં કોગ્રેસને હરાવવુ મુશ્કેલ જણાય છે.

પાનસીંગ ચૌધરી

મિલકત -

આંતરિક રાજકારણ

આંતરીક રાજકારણઃ અહી પક્ષનું રાજકારણ નથી અને સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જ થશે.


Winner

પુનાભાઇ ગામીત (Congress)

Votes: 88576

Loser

અરવિંદભાઇ ચૌધરી (BJP)

Votes: 64162

Lead

Margin: 24414

Winner

પૂનાભાઇ ગામીત (INC)

Votes: 73138

Loser

પ્રતાપ ગામીત (BJP)

Votes: 59582

Lead

Margin: 13556

Winner

પુનાભાઇ ગામિત

Votes: 63535

Loser

પ્રતાપભાઇ ગામિત

Votes: 46063

Lead

Margin: 17472

Winner

તુષાર ચૌધરી

Votes: 54797

Loser

પ્રતાપભાઇ ગામિત(અપક્ષ)

Votes: 26401

Lead

Margin: 28396

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

છેલ્લી ચૂંટણીનો ઇતિહાસ
 
છેલ્લી પાંચ ચૂંટણીમાં એકપણ વખત ભાજપ જીત્યું નથી. સતત કોંગ્રેસના ઉમેદવારનો વિજય થાય છે. 
 - 2012માં કોંગ્રેસના પુનાભાઈ ગામિત ભાજપાના પ્રતાપભાઈ ગામીતને હરાવીને જીત્યા હતા
 
કોંગ્રેસના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીનો મત વિસ્તાર છે. તેમના પુત્ર ડૉ. તુષાર ચૌધરી ધારાસભ્ય બન્યા બાદ લોકસભાની ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી જીતતા વ્યારાની ખાલી પડેલી બેઠક પર પુનાજીભાઇ ગામીતને ટીકીટ આપી હતી. જે સતત બે ટર્મથી ધારાસભ્ય છે.
 
આ બેઠક ઉપર આજ સુધીમાં ભાજપાએ જીત હાંસાલ નથી કરી
 
વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસ પક્ષના પુનાજીભાઇ ગામીતનો વિજય થયો હતો. તેમને ૬૩૫૩૫ મત મળ્યા હતા. જ્યારે ભાજપના પ્રતાપભાઇ ગામીતને ૪૬૦૬૩ મત મળ્યા હતા. કોંગ્રેસના પુનાજીભાઇ ઢેડાભાઇ ગામીતનો ૧૭૪૭૨ મતથી વિજય થયો હતો.